સમગ્રશિક્ષા ગાંધીનગર તેમજ જિલ્લા પ્રોજેકટ કો.ઓર્ડીનેટર બોટાદના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકા વિજ્ઞાન ગણિત શિક્ષક સર્કલની રાષ્ટ્રીય આવિષ્કાર અભિયાન અંતર્ગત માલણપુર પ્રાથમિક શાળામાં પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગની કાર્યશાળાનુ આયોજન થયેલ.વિદ્યાર્થીઓને વિજ્ઞાન અને ગણિત વિષય ભણવામાં રસ વધે,નવાચાર થાય, બેસ્ટ પ્રેક્ટીસીસ થાય એવા હેતુ સાથે રાણપુર તાલકાની જુદી જુદી હબ સેન્ટર ગણાતી પ્રાથમિક શાળામાં LBD કીટ અને માધ્યમિક શાળામાં STEM લેબ ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવી છે.તાલુકાની હબ સેન્ટર ગણાતી માલણપુર પ્રાથમિક શાળામાં રાણપુર તાલુકાના પ્રાથમિક તેમજ માધ્યમિક વિજ્ઞાન – ગણિત સર્કલની કાર્યશાળામાં 30 શિક્ષકો જોડાયેલ.તજજ્ઞ તરીકે ભાવેશભાઈ, રમેશભાઈ,જગદીશભાઈ અને જીનલબેને LBD કીટ દ્વારા વિવિધ પ્રવૃત્તિઓ કરાવેલ આગામી સમયમાં પણ આ શિક્ષક સર્કલ ગણિત વિજ્ઞાનને લગતી વિવિધ પ્રવૃત્તિઓ કરશે. જેનાથી વિદ્યાર્થીઓમા વિજ્ઞાન અને ગણિત પ્રત્યે અભિરુચિ વધે.સમગ્ર આયોજન સમગ્રશિક્ષા કચેરી રાણપુર દ્વારા કરવામાં આવેલ તેમજ બોટાદ જિલ્લા સમગ્રશિક્ષા કચેરીના પી.એન્ડ એમ.ઓ શાખાના અલ્તાફભાઈ મુગલ દ્વારા ખૂબ સરસ માર્ગદર્શન મળેલ..
તસવીરઃવિપુલ લુહાર,રાણપુર


