Gujarat

પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા અંગેનુ જાહેરનામું

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા આગામી તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ સમય સવારે ૧૧.૦૦ થી ૧૩.૦૦ અને ૧૪.૦૦ થી ૧૬.૦૦ કલાક દરમ્યાન પ્રખરતા શોધ કસોટી ૨૦૨૨ ખેડા જિલ્લાના જુદા જુદા કેન્દ્રો ખાતે લેવાનાર છે. જેથી તા.૦૭/૦૨/૨૦૨3 દરમ્યાન આ પરીક્ષાઓનું સંચાલન સરળતાથી થાય તે માટે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પરીક્ષાના સ્થળોને પ્રતિબંધિત વિસ્તાર જાહેર કરવા જાહેરનામું પ્રસિધ્ધ કરવા જિલ્લા શિક્ષણાધિકારીશ્રી, ખેડા જિલ્લો, નડીઆદનાઓએ તેમના જા.નં.પરીક્ષા/૨૦૨૩/૪૩૩ તા.૩૧ ૦૧/૨૦૨૩ થી અત્રે દરખાસ્ત કરેલ છે.
આથી પી.આર.રાણા, આઈ.એ.એસ., ઈ.ચા. અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ, ખેડા જિલ્લો, નડીઆદ ફોજદારી કાર્યરીતી અધિનિયમ-૧૯૭૩ ની કલમ-૧૪૪ અન્વયે તેઓને મળેલ સત્તાની રૂએ આ સાથે બીડાણ કરેલ અનુસૂચિ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં નીચે મુજબના કૃત્યો કરવાની મનાઈ ફરમાવે છે.
અનુસુચિત પરીક્ષા કેન્દ્ર તથા તેની ચોતરફ ૧૦૦ મીટરની ત્રિજયામાં આવેલા તમામ મકાનો, જગ્યા, સ્થળ અને વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે જાહેર કરવામાં આવેલ છે.
પરીક્ષાર્થી ઉમેદવાર અને પરીક્ષા સંબંધિત કામગીરીમાં રોકાયેલા, ફરજ પરના અધિકૃત માણસો સિવાય અન્ય કોઈ બિનઅધિકૃત માણસોએ ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં દાખલ થવુ, કોઈપણ ઇસમે કોઈપણ તરકીબ વાપરી પરીક્ષાર્થીઓને પરીક્ષા વિષયક ચોરી કરવા / કરાવવામાં સીધી કે આડકતરી મદદગારી કરવી, પરીક્ષાર્થી ઉમેદવારોની શાંતિ અને લેખનકાર્યમાં અડચણ-વિક્ષેપ ધ્યાનભંગ થાય તેવું કોઈ કૃત્ય કરવું/ કરાવવું આ રીતના કોઇપણ દુષ્પ્રેરણ કે પ્રયાસમાં જો ફરજો પરના સુપરવાઈઝરશ્રી સ્ટાફ કે ખાસ તપાસણી માટેના સ્કવોડના માણસોએ સામેલ થવું, પ્રામાણિકપણે ફરજો બજાવવામાં કોઈ પ્રકારની ઉદાસીનતા સેવવી, પરીક્ષા સંબધિત ચોરીમાં મદદરૂપ થાય તેવી કોઈ પણ વસ્તુ, આઈટમ જેવી કે ફેક્સ, ડુપ્લીકેટીંગ, ઝેરોક્ષ મશીન, કોપીયર કે નકલ થઈ શકે તેવા કોઈપણ ઉપકરણો, સેલ્યુલર ફોન, મોબાઈલ, સ્માર્ટ વોચ, પેજર, હેંડસેટ, વોકીટોકી કે કોર્ડલેસ ફોન, પુસ્તક, કાપલીઓ વિગેરેનો ઉપયોગ, ઝેરોક્ષ કાઢવાની કામગીરી, ઝેરોક્ષ નકલોનું વહન કરવું કે કરાવવામાં ફરજો પરના તમામ માણસોએ મદદગારી કે દુષ્પ્રેરણા કરવાના કૃત્યોને પ્રતિબંધિત કરવામા આવે છે.
  આ હુકમનો સમયગાળો તા.૦૭/૦૨/૨૦૨૩ ના રોજ સવારના ૯.૩૦ કલાકથી સાંજના ૧૭.૦૦ કલાક સુધીના સમયગાળા (જે સેન્ટર પર પરીક્ષાનો કાર્યક્રમ હોય તેને અનુરૂપ) રહેશે અને હુકમનો ભંગ કરનાર વ્યકિત ભારતીય દંડ સંહિતાની કલમ-૧૮૮ મુજબ શિક્ષાને પાત્ર થશે.
આ હુકમનો ભંગ કરનાર કસુરવાર ઈસમો સામે આ હુકમ અન્વયે ખેડા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ સબઈન્સ્પેકટર કે તેનાથી ઉચ્ચ હોદ્દો ધરાવનાર તમામ અધિકારીઓને આ જાહેરનામાનો ભંગ કરનાર ઈસમો સામે આઈ.પી.સી. કલમ-૧૮૮ મુજબ ફરીયાદ માંડવા માટે અધિકૃત કરવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *