દીપડાને પકડવા 100 કરતાં વધુ વન વિભાગના કર્મીઓ લાગ્યા કામે.
બોડેલીના આજુબાજુના ચારથી પાંચ ગામોમાં માનવ ભક્ષી દીપડા ની દેહસત જોવા મળી રહી છે
વન વિભાગની છ ટીમો સહિત 136 કર્મીઓ ખડે પગે રાત દિવસ એક કરી ભારે જહેમત ઉઠાવી રહ્યા છે વન વિભાગની ટીમે જબુગામ પંથકના મુલધર અને ટોકરવાના બે બાળકના દીપડા દ્વારા મોતના પગલે વધુ ટ્રેપ કેમેરા લગાવવામાં આવ્યા છે અને વધુ પાંજરા પણ મૂકવાની સાથે સાથે જરૂર જણાશે તો દીપડાને બેભાન કરવા માટે ઇન્જેક્શન ગન પણ તૈયાર રાખી છે છોટાઉદેપુર જિલ્લા વન વિભાગ દ્વારા દિપડાની દહેશત વાળા વિસ્તારમાં નાઈટ વિઝન ટ્રેપ કેમેરા, ઓટોમેટિક પાંજરા ગોઠવવાની સાથે સાથ દિપડાને બેભાન કરવા માટે ગન પણ તૈયાર રાખી છે ત્યારે વધુ ટીમો સાથે વનવિભાગના કર્મીઓ ખડેપગે દિપડાને પકડવા જહેમત ઉઠાવી રહ્યા છે વન વિભાગના ધમ પછાડા છતાંપણ ચાલાક દીપડો પકડાતો નથી.
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


