નવી દિલ્હી
નોર્વેના કાસ્પર રુડ અને ઇટાલીના જેનિક સિનરે મેન્સ સિંગલ્સની યાદીમાં આગેકૂચ કરીને ચાલુ વર્ષના અંતમાં રમાનારી એટીપી ફાઇનલ્સ ટેનિસ ટૂર્નામેન્ટ માટે ક્વોલિફાય કરવાની તક ઉભી કરી છે. કાસ્પરે સાન ડિએગો એટેપી ટેનિસ ટૂર્નામેન્ટની ફાઇનલમાં કેમરુન નોરીને ૬-૦, ૬-૨થી હરાવીને કારકિર્દીમાં પ્રથમ વખત ટૂર લેવલ ટાઇટલ જીત્યું હતું. તેણે મેન્સ સિંગલ્સમાં ટોપ-૧૦માં પ્રવેશ કરીને આઠમું સ્થાન હાંસલ કર્યું હતું. સિનર ૧૦મા ક્રમે છે. સિનરે સોફિયા ઓપનની ફાઇનલમાં ગેલ મોનફિલ્સને ૬-૩, ૬-૪થી પરાજય આપ્યો હતો.


