Gujarat

જીલ્લાના તમામ છ તાલુકાઓમાં વર્ગ-૧ના અધિકારીઓની અધ્યક્ષતામાં એક સાથે સ્વાગત કાર્યક્રમ યોજાશે

ફેબ્રુઆરી-૨૦૨૩ના તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ તા.૨૨/૦૨/૨૦૨૩, બુધવારના રોજ સવારે ૧૦.૩૦ કલાકે તેમજ જીલ્લા કક્ષાનો જીલ્લા સ્વગાત કાર્યક્રમ તા.૨૩/૦૨/૨૦૨૩,ગુરુવારના રોજ સવારે ૧૧.૦૦ કલાકે રાખવામાં આવેલ છે. છોટાઉદેપુર જીલ્લાના વર્ગ-૧ ના વિવિધ અધિકારીઓ છ અલગ અલગ તાલુકામાં હાજર રહી લોકોના પ્રશ્નો રૂબરૂ સાંભળી તેનું નિરાકરણ લાવશે. આ તાલુકા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના પ્રશ્ન ટાઈપ કરેલી અરજી, ફોન નંબર, સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સંબંધિત અમલીકરણ અધિકારીશ્રીની કચેરીને ઓછામાં ઓછી ત્રણ વખત કરેલી અરજીની નકલ સાથે પોતાના તાલુકાના મામલતદારની કચેરીને ‘તાલુકા સ્વાગત કાર્યક્રમ’ એવા ટાઈટલ સાથે તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં મોકલી આપવાની રહેશે.
આ જ રીતે જીલ્લા સ્વાગત કાર્યક્રમમાં ભાગ લેવા માટે અરજદારશ્રીએ પોતાના પ્રશ્ન ટાઈપ કરેલી અરજી, ફોન નંબર, સરનામાં સાથે એક અરજીમાં એક જ પ્રશ્ન સાથે તાલુકા સ્વાગત કાર્યક્રમમાં કરેલી અરજીની નકલ સાથે ‘ઈ-જીલ્લા સ્વાગત કાર્યક્રમ’ તેવા ટાઈટલ સાથે તા.૧૦/૦૨/૨૦૨૩ સુધીમાં સંબંધિત ગ્રામ પંચાયતના તલાટી કમ મંત્રીશ્રી મારફતે ગ્રામ પંચાયતના અધિકૃત મેઈલ આઈડી પરથી ejillaswagatchho@gmail.com પર ઓનલાઈન મોકલી આપવાની રહેશે.
 ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરી-૨૦૧૧ થી ગ્રામ સ્વાગત કાર્યક્રમ શરુ કરવામાં આવેલ છે તેના માટે ગ્રામજનોએ પોતાના પડતર પ્રશ્નો/રજૂઆત અંગેની અરજી “ મારી અરજી ગ્રામ સ્વાગતમાં લેવી” તેવા ટાઈટલ હેઠળ સંબંધિત તમના તલાટી/મંત્રીશ્રીને સંબોધીને દરેક માસની તા.૧ થી ૧૦ સુધીમાં રજુ કરી શકે છે.
આ સ્વાગત કાર્યક્રમમાં વ્યક્તિગત પ્રશ્નો જેવાકે કોર્ટ મેટર, નીતિ વિષયક, અને સર્વિસ મેટર સિવાયના કામોનો નિકાલ જે તે કચેરીમાં ન થયેલ હોય તેવા કામોના નિકાલ માટે કાર્યવાહી કરવામાં આવે છે. આ સ્વાગત કાર્યક્રમમાં જીલ્લા કલેકટર કોઈ પણ તાલુકાના કાર્યક્રમમાં હાજર રહી સ્વાગતના સંચાલનની બાબતો ચકાસશે તેમ નિવાસી અધિક કલેકટરની કચેરીની એક યાદીમાં જણાવવામાં આવ્યું છે.
ક્રમ
તાલુકા કક્ષાના કાર્યક્રમમાં હાજર રહેનાર અધિકારીશ્રી
તાલુકો
જીલ્લા વિકાસ અધિકારીશ્રી, છોટાઉદેપુર
બોડેલી
પોલીસ અધિક્ષકશ્રી, છોટાઉદેપુર
સંખેડા
પ્રાયોજના વહીવટદારશ્રી, છોટાઉદેપુર
છોટાઉદેપુર
નિયામકશ્રી, જીલ્લા ગ્રામ વિકાસ એજન્સી, છોટાઉદેપુર
કંવાટ
પ્રાંત અધિકારીશ્રી, બોડેલી
નસવાડી
પ્રાંત અધિકારીશ્રી, છોટાઉદેપુર
જેતપુર-પાવી
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *