Gujarat

માણાવદર તાલુકાને લીલો દુષ્કાળ ગ્રસ્ત જાહેર કરવા કોંગ્રેસ સમિતિએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું

માણાવદર તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને ખેડૂતોના હિત રક્ષક અરવિંદભાઈ લાડાણીએ માણાવદર તાલુકાને લીલો દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા મામલતદારને એક આવેદનપત્ર પાઠવ્યું હતું.માણાવદર તાલુકામાં છેલ્લા એક મહિનાથી સતત વરસી રહેલા વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને તથા ખેતરોને પારાવાર નુકસાન થયેલું છે
એક બાજુ વરસાદ અને બીજી બાજુ ભાદર નદી, ઓજત નદી અને બાટવા ખારા ડેમમાંથી છોડેલ પાણી ને કારણે મોટાભાગના ગામોમાં આવેલા પાકો સદંતર ધોવાઈ જઈ ને નિષ્ફળ ગયેલ છે.વરસાદના પાણીને કારણે ખેતરોની માટી ધોવાઈ ગયેલ છે જેથી સરકાર તાકીદેથી આ તાલુકામાં નિષ્ફળ ગયેલ પાકો તથા જમીન ધોવાણનો સર્વે કરાવી ખેડૂતોને નુકસાનીનું વળતર ચુકવે તેવી માંગણી લેખિત સ્વરૂપમાં અરવિંદભાઈ લાડાણીએ સરકારમાં કરી છે આ તાલુકાના મોટાભાગના ખેડૂતોના મોંમા આવલો કોળીયો છીનવાઇ ગયો છે.સરકાર તાકીદે થી આ પ્રશ્ન યોગ્ય કરી સર્વે ચાલુ કરે અન્યથા ખેડૂતોની હાલત વધારે બગડી જવાનો સંભવ છે આજે આવેદનપત્ર આપતી વેળાએ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ દિલીપભાઈ જસાણી, શહેર કોંગ્રેસ પ્રમુખ વિજયભાઇ ઝાટકીયા, તાલુકા પંચાયતના સદસ્ય ધર્મેશભાઈ બોરખતરીયા, પાજોદ ગામના ખેડૂત મિતલભાઈ પટેલ, વેકરી ગામના પૂર્વ સરપંચ વીરાભાઇ ખોડભાયા, કોંગ્રેસ આગેવાન પરેશભાઈ બકોરી વગેરે ઉપસ્થિત રહી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *