Gujarat

ભુમાફીયા સામે સ્થાનિક તંત્ર ઘૂંટણિયે પડી રહ્યું હોય તેવો તાલ સામે આવી રહ્યો છે

છેલ્લા એકાદ વર્ષથી જામકંડોરણા ના જસાપર ગામે 20/25 વીઘા  ગૌચર જમીન પર દબાણ છતાં સ્થાનિક તંત્ર ઘૂંટણિયે ભરે હોય તેવો આક્ષેપ સામે આવ્યો
જામકંડોરણા પંથકમાં સારો વરસાદ વરસતાં હવે સીમ વિસ્તારમાં ગૌચર જમીન પર વાવેતર રૂપી દબાણો પ્રશ્ર્ન ઉદભવ્યો છે આ અંગે ની ઉઠતી ફરીયાદ અનુસાર જામકંડોરણા ના જસાપર ગામે સરકારી ખરાબાના સર્વે નં ૩૪૮ p માં આશરે ૨૦ થી ૨૫ વિધાનું દબાણ છેલ્લા કેટલાક સમયથી કરેલ છે . આ જમીન જસાપર ગામે ગૌચર પર થયેલા દબાણો ના કારણે હજારો મુંગા અબોલ પશુઓની ચરીયાણ ની જમીન છીનવાઈ ગઈ છે હાઈકોર્ટે દ્રારા ગૌચર પર દબાણ કરે તો પાસા હેઠળ જેલમાં ધકેલી દેવા તેવો સ્પષ્ટ નો આદેશ હોવા છતાં છેલ્લા કેટલાક સમયથી ગૌચર પર કબ્જો જમાવી બેઠા હોય તેવો જામકંડોરણા ના જસાપર ગામે ઘાટ સર્જાયો અરજદાર દ્રારા વખતોવખત મૌખિક લેખીતમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે છતાં આ ગૌચરની જમીન ખાલી કરવા મા આવી નથી સ્થાનિક તંત્ર દ્વારા નોટિસ ફટકારી ને સંતોષ માની લે છે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવતી નથી તેવા આક્ષેપો અરજદાર કરી રહ્યા છે એક તરફ ચૂંટણી સમયે રાજ્ય સરકાર તથા નેતાઓ ગાયમાતા આને ગૌચર બચાવવા મોટી મોટી  વાતો કરે છે ત્યારે જામકંડોરણા ની સ્થિતિ કંઈ અલગ હોય તેવો તાલ સામે આવી રહ્યો છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *