Gujarat

વડોદરા નજીક વરણામા હાઇવે ઉપર અકસ્માત, અકસ્માતમાં ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા

વડોદરા
છેલ્લા ૨૪ કલાક દરમિયાન વડોદરા નજીક વરણામાં અને પાદરાના વડુ ગામ પાસે અકસ્માતના ચાર બનાવવામાં પતિની નજર સમક્ષ પત્ની સહિત ચાર વ્યક્તિઓના મોત નીપજ્યા હતા. આ બનાવો અંગે પોલીસે અકસ્માતના ગુના દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. મળેલી માહિતી પ્રમાણે નેશનલ હાઈવે ૮ ઉપર વરણામાં ગામ પાસે વરણામાં નવીનગરીમાં રહેતા હસમુખભાઈ અંબાલાલ રોહિત (ઉ.વ.૩૬ ) પત્ની જ્યોતિબેન સાથે મોટર સાઇકલ ઉપર જઈ રહ્યા હતા. દરમિયાન પૂરપાટ પસાર થઈ રહેલા કાર ચાલકે તેઓને અડફેટમાં લીધા હતા. જેમાં મોટરસાઇકલ સવાર જ્યોતિબેન રોહિતનું ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યું હતું . જ્યારે મોટર સાઇકલ ચાલક પતિ હસમુખભાઇને ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ બનાવ અંગે મરનાર જ્યોતિબેનના પિતા મગનભાઈ રોહિતે વરણામાં પોલીસ મથકમાં કાર ચાલક જયંતીભાઈ ગોવિંદભાઈ પટેલ (રહે. બી-૬, મંગળ જ્યોત સોસાયટી, ભરૂચ) સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

File-01-Page-24.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *