મુંબઇ
મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી આદિત્ય ઠાકરે તરફથી મુખ્યમંત્રી એકનાથ શિંદેને મુંબઇની વર્લી બેઠક પર તેમની વિરૂધ્ધ ચુંટણી લડવાનો પડકાર ફેંકવા પર મુખ્યમંત્રી એકનાથ શિંદે આદિત્યના પડકારને નાનો ગણાવતા કેટલાક મહીના પહેલા મહાષ્ટ્રમાં થયેલ સત્તા પરિવર્તનને મોટો પડકાર બતાવ્યો હતો.એ યાદ રહે કે આદિત્ય ઠાકરેએ મુંબઇમાં એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું આ ગેરબંધારણીય મુખ્યમંત્રીને પડકાર આપુ છું હું વર્લીથી ધારાસભ્ય પદેથી રાજીનામુ આપી દઇશ અને તમે મારી સામે ચુંટણી લડીને બતાવો જાેઇએ કે તમે વર્લીથી કેવી રીતે જીતે છે. આદિત્ય ઠાકરેના પડકારો પર મુખ્યમંત્રી એકનાથ શિંદેએ કહ્યું કે હું આવા નાના મોટા પડકારો સ્વીકારતો નથી અમે છ મહીના પહેલા એક મોટો પડકાર સ્વીકાર કર્યો હતો અને તેને પુરો પણ કર્યો હતો. શિંદેએ કહ્યું કે અમે અહીં આમ જ આવ્યા નથી તેમણે કહ્યું કે અમે શાખા પ્રમુખથી શરૂઆત કરી હતી અને કામ કરવા અહીં આવ્યા હતાં જયારે આદિત્ય ઠાકરે મુખ્યમંત્રીને પડકાર જરૂર આપ્યો અને સતત કહે છે કે વર્લીના લોકો અને ખાસ કરીને કોલી સમાજ તેમની સાથે છે પરંતુ કોલી સમાજથી વાત કરવા પર કંઇક અન્ય જ વાત સામે આવી. આદિત્યની બેઠક વર્લીની કોલી સમાજ એટલે કે માછીમારો તરફથી કોસ્ટલ રોડને લઇ થઇ રહેલ પરેશાની ઉકેલવા પર મુખ્યમંત્રી એકનાથ શિદે અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસને સમ્માનિત કરવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.કોલી સમાજનું કહેવુ છે કે આદિત્યથી વિનંતી કરવા છતાં કાંઇ થયું નથી અને શિંદે સરકાર તરફથી મદદ મળી તેમનું સ્વાગત કરી રહ્યાં છીએ કોસ્ટલ રોડ પ્રોજેકટમાં બનનાર પિલર્સની વચ્ચે ઓછા અંતરને કારણે માછીમારોને હોડી લઇ જવામાં મુશ્કેલી થાય છે શિંદે સરકારે તેમની આ મુશ્કેલીને દર કરવાનું આશ્વાસન આપ્યું છે. એ યાદ રહે કે આદિત્ય ઠાકરે વારંવાર જે વર્લીથી શિંદેને ચુંટણી લડવાનો પડકાર આપી રહ્યાં છે ત્યાંથી બે જાણીતા પૂર્વ કોર્પોરેટર સંતોષ ખરાત અને માનસી દલવીએ તમામ કાર્યકર્તાઓની સાથે શિંદ જુથનો હાથ પકડી લીધો છે.વર્લીના તમામ પાર્ટી કાર્યકર્તાઓએ પણ શિંદેને પોતાનું સમર્થન આપ્યું છે.પૂર્વ કોર્પોરેટક ખરાત જણાવે છે કે જયાં સુધી તે આદિત્ય ઠાકરેની સાથે હતાં ત્યાં સુધી તો તેમને કયારેય પુછવામાં પણ આવતુ ન હતું


