Maharashtra

સોના-ચાંદી, ક્રૂડ તેલના વાયદાના ભાવમાં સુધારોઃ રબરમાં નરમાઈ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં મંગળવારે પ્રથમ સત્ર સુધીમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં સુધારો હતો. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ વધીને ટ્રેડ થઈ રહ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ઉછાળા સામે સીપીઓ, કપાસ, મેન્થા તેલમાં વૃદ્ધિ થઈ હતી. રબરમાં નરમાઈ હતી. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના વાયદામાં 54 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના વાયદામાં 178 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,535ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,535 અને નીચામાં રૂ.46,354 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.216 વધી રૂ.46,502ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિનીનો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.37,620ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.37,625 અને નીચામાં રૂ.37,512 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.24 ઘટી રૂ.37,619 થયો હતો, જ્યારે ગોલ્ડ-પેટલનો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4,661ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.4,666 અને નીચામાં રૂ.4,650 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.7 વધી રૂ.4,662ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,556ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.46,557 અને નીચામાં રૂ.46,419 બોલાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.199 ઘટી રૂ.46,419ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

ચાંદીના વાયદાઓમાં ચાંદીનો ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,748ના ભાવે ખૂલી, ઊપરમાં રૂ.60,999 અને નીચામાં રૂ.60,533ના મથાળે અથડાઈ, પ્રથમ સત્રનાં અંતે રૂ.8 સુધરી રૂ.60,961ના સ્તરે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.33 વધી રૂ.61,209 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.28 વધી રૂ.61,201 બોલાઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલનો ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,810ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,866 અને નીચામાં રૂ.5,778 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.29 વધી રૂ.5,854 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસનો ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.80 વધી રૂ.444.50 બોલાઈ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં કપાસનો એપ્રિલ-22 વાયદો 20 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.1,539ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1550 અને નીચામાં રૂ.1539 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.33 વધી રૂ.1,548 બોલાઈ રહ્યો હતો. આ સામે રબરનો ઓક્ટોબર વાયદો 100 કિલોદીઠ રૂ.17,050ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,089 અને નીચામાં રૂ.17,001 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.22 ઘટી રૂ.17,001ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓનો ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,142ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1154.70 અને નીચામાં રૂ.1142 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.17.40 વધી રૂ.1152.80 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.70 વધી રૂ.921 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.520ના ઉછાળા સાથે રૂ.28,800 બોલાઈ રહ્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *