Gujarat

ઊનાના ખત્રીવાડા ગામમાં કોળી સમાજના પ્રથમ સમુહ લગ્નોત્સવ સંપન્ન,

૨૩ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડ્યા….લગ્ન મંડપમાંજ સર્ટીફીકેટ અર્પણ કરેલ હતા.
ઊનાના ખત્રીવાડા ગામમાં કોળી સમાજ નવયુવક એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા પ્રથમ સમુહ લગ્ન યોજાયા હતા. જેમાં ૨૩
નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડી નવાલગ્ન જીવનની શરૂઆત કરી હતી. આ સમુહ લગ્ન પ્રસંગે ધારાસભ્ય કાળુભાઇ રાઠોડ,
સરપંચ જીતુન્દ્રભાઇ શિયાળ, તલાટીમંત્રી જશુભા ગોહીલ, રાજેશગીરી ગોસ્વામી, રામભાઇ વાળા સહીત ઉપસ્થિત રહ્યા હતા. અને
લગ્નમાં થતાં ફોટા ખર્ચથી બચવા, વ્યશન મુક્તિ તેમજ બાળકોના અભ્યાસ ઉપર ભાર મુકવા સમાજના આગેવાનો દ્રારા આહવાન
કરેલ હતું. અને લગ્ન સર્ટી માટે કચેરીઓમાં ધક્કા ખાવા ન પડે તેને ધ્યાને રાખીને ખત્રીવાડા કોળી સમાજ નવયુવક એજ્યુકેશન
ચેરીટેબલ ટ્રસ્ટ દ્રારા સરપંચ તેમજ તલાટી મંત્રી સહીતના આગેવાનો દ્રારા નવદંપતિને લગ્ન મંડપમાંજ લગ્નના સર્ટીફીકેટ અર્પણ
કરવામાં આવ્યા હતા. આ સમુહ લગ્નમાં કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો આગેવાનો વડીલો, યુવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને
યુવાનો દ્રારા ભારે જહેમત ઉઠી હતી.

-સમાજ-ખત્રીવાડા-પ્રથમ-સમુહ-લગ્નોત્સવ-સંપન્ન.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *