Gujarat

માંગરોળ કામનાથ મહાદેવના સાનિધ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ જુનાગઢ વિભાગ ની બેઠક મળી,,

માંગરોળમાં કામનાથ મહાદેવ ના સાનિધ્યમાં વિશ્વ હિન્દુ પરિષદ ની જુનાગઢ વિભાગ બેઠક મળી જેમા ચાર જિલ્લા માંથી વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ દુર્ગાવાહીની માતૃશક્તિ ના હોદ્દેદારો અને મુખ્ય કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
પ્રથમ કામનાથ મંદિરના મહંતશ્રી ઈશ્વરબાપુ, વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય અધિકારી ઉમાશંકર જોષી, પ્રાંત મંત્રી ભુપતભાઈ ગોવાણી, સંગઠન મંત્રી કિરીટભાઈ મિસ્ત્રી, હિરેનભાઈ રુપારેલીયા, ભીમભાઇ ભુતિયા દ્વારા દીપ પ્રાગટય કરવામાં આવ્યુ,
આ બેઠકમાં મુખ્ય કેન્દ્રીય વક્તા ઉમાશંકરજી દ્વારા વિષેશ માર્ગદર્શન આપ્વામાં આવ્યુ. બેઠક માં ખાસતો આવનારા ૨૦૨૪ માં વિશ્વ હિન્દુ પરિષદ ને ૬૦ વર્ષ પુર્ણ થઈ રહ્યા છે તે અનુસંધાને સમગ્ર ભારત ના તમામ શહેરો ગામડાઓમા વિશ્વ હિન્દુ પરિષદ હિતચિંતન અભિયાન દ્વારા દરેક હિન્દુઓના ઘરે ઘરે દરેક વસ્તી તેમજ દરેક જ્ઞાતિ સુધી પહોંચી સંગઠન નુ કાર્ય વિસ્તાર વધારવા તમામ જિલ્લા, પ્રખંડ, ખંડો ની ટોળી પુર્ણ કરવા તેમજ આવનારા કાર્યક્રમો અને વર્ગો વિષે ઉપસ્થિત અધિકારીઓ દ્વારા જરુરી માહિતીઓ સાથે માર્ગદર્શન જુનાગઢ પોરબંદર અને ગિરસોમનાથ જિલ્લાના જવાબદાર કાર્યકરોને આપવામાં આવ્યુ.
સમગ્ર બેઠકનુ સંચાલન હિરેનભાઈ રૂપારેલીયા અને વિનુભાઈ મેસવાણીયા એ કર્યુ હતુ. બેઠક ને સફળ બનાવવા માંગરોળ વિશ્વ હિન્દુ પરિષદના પ્રમુખ પ્રકાશભાઈ લાલવાણી ,તરુણબાપુ, કમલેશજી સહીતના ઓએ જહેમત ઉઠાવી હતી
બાઈટ:  હિરેનભાઈ રૂપારેલિયા
રીપોર્ટર:વિનુભાઈ મેસવાણિયા માંગરોળ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *