ઉનાના દેલવાડા ખાતે પૂર્વ મત્યસ્ય ઉદ્યોગ રાજ્યમંત્રી અને ભાવનગર ગ્રામ્ય ૧૦૩ વિધાનસભાના ધારાસભ્ય તથા કોળી સેનાના અધ્યક્ષ આદરણીય માનનીય પરસોતમભાઈ સોલંકીની અધ્યક્ષતામાં ગીર સોમનાથ જીલ્લાના કોળી સેનાના હોદ્દેદારોની તેમજ જીલ્લાના દરેક તાલુકાના પ્રભારીઓની નિમણુંક કરવામાં આવી હતી. આ પ્રસંગે ગીર સોમનાથ જીલ્લાના પ્રમુખ દીપાબેન બાંભણિયા સહિત વિશાળ સંખ્યામાં કોળી સેનાના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર રાજ્યના દરેક જીલ્લા, તાલુકા તથા શહેરોમાં કોળી સેના વધારે મજબૂત બને તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો…


