નવીદિલ્હી
છેલ્લા ચાર દિવસથી માર્કેટ યાર્ડમાં ડુંગળીની એકદમ મંદી ચાલી રહી છે અને ઘટતા ભાવને લઈને ખેડૂતોમાં રોષ પણ જાેવા મળી રહ્યો છે. હાલની પરિસ્થિતિમાં ડુંગળી પકવતા ખેડૂતની એવી દશા થઈ ચૂકી છે કે, ડુંગળીનો સ્ટોક રાખી શકે તેમ પણ નથી. ફરજિયાત પણે ડુંગળી વેચવી પડે તે પરિસ્થિતિમાં ખેડૂત મુકાઈ ચૂક્યો છે. રોજબરોજ ડુંગળીના ભાવ એકદમ નીચા જતા ડુંગળી પકવતો ખેડૂત કંગાળ થવાની અણીએ છે. બે દિવસ પહેલાં જ મહુવા માર્કેટિંગ યાર્ડની અંદર ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવેલી, પરંતુ આજ સુધીમાં કોઈ સુખદ સમાધાન થયું નથી. ત્યારે આજે રવિવાર હોવાથી રજાનો દિવસ છે. છતાં પણ ડુંગળીની આવકમાં કોઈપણ વધારો થવા પામ્યો નથી. આવતીકાલ સોમવારથી જાે ડુંગળીના ભાવ વધે તો ખેડૂતને પાંચ પૈસા મળે તેવી ખેડૂતને આશા છે. હાલના ડુંગળીના ભાવ ૪૦ રૂપિયાની ૨૦ કિલો ડુંગળીના ભાવે મહુવા માર્કેટયાર્ડમાં વેચાણ થઈ રહ્યું છે. ઉપરથી સોમવારે જાે ભાવ વધે તો ખેડૂતને ફાયદો થાય તેવી શક્યતા છે.


