આ અંગે મળતી વિગતો અનુસાર ધ્રાંગધ્રા શહેરના હળવદ રોડ સ્થિત આવેલા મેવાડા ઓઇલ મીલ પાસે ઉમીયા કોમ્પલેક્ષના માલિકને નગરપાલિકા દ્વારા નોટીસ અપાઇ છે આ કોમ્પલેક્ષ ઉભુ કરવા જરુરી નક્શા તથા પ્લાન મંજુર કરાયા હતાં તેનાથી વિપરીત બાંધકામ ઉભુ કરાયુ છે જેમા નક્શા મુજબ કોમ્પલેક્ષમા જનરલ શૌચાલય તથા મુતરડી જગ્યા પર દુકાનો ઉભી કરી આ દુકાનોના વેચાણ પણ કરી દીધેલ છે સાથે જ કોમ્પલેક્ષનુ બાંધકામ પણ ગેરકાયદેસર હોવાથી ધ્રાંગધ્રા નગરપાલિકા દ્વારા અગાઉ કોમ્પલેક્ષના નિમાઁણ સમયે ત્રણથી પણ વધુ નોટીસો ફટકારેલ હતી પરંતુ કોમ્પલેક્ષના માલિક રાજકીય વગ ધરાવતા હોવાથી એકપણ નોટીસનો જવાબ આપેલ નહિ હોય જે બાદ કોમ્પલેક્ષ નિમાઁણ થયાના એક વષઁ બાદ પણ બિલ્ડીંગ યુઝ સટીઁફીકેટ તથા ફાયર સેફ્ટી પરમિશન વગર જ લગભગ તમામ દુકાનો વેચાણ કરી કોમ્પલેક્ષ શરુ કરી દેતા નગરપાલિકા દ્વારા નોટીસ ફટકારાઇ છે. જોકે આ મામલે ધ્રાંગધ્રા નગરપાલિકાના ચીફ ઓફિસર રાજુભાઇ શેખ દ્વારા જણાવાયુ હતુ કે તેઓ દ્વારા અગાઉ કોમ્પલેક્ષના માલિકને અનેક નોટીસ ફટકારી હતી પરંતુ એકપણ નોટીસનો જવાબ નહિ મળેલ તથા કોમ્પલેક્ષમા ગેરકાયદેસર બાંધકામ, BU પરમિશન તથા ફાયર સેફ્ટીના અભાવ સહિત અનેક સરકારી નિયમોનું ઉલ્લંઘન હોવાની ફરિયાદોને લઇને ફરીથી નોટીસ અપાઇ છે.
Rera નો પણ કડક આદેશ છે તયારે આવી ગેરકાયદેસર બિલ્ડીંગ માં જ્યાં બિલ્ડીંગ યુજ સર્ટિફેક્ટ જ નથી તો rera માં નોંધણી કઈ રીતે થઈ હશે એ પણ ઉચ્ચ વહીવટીતંત્રએ ધ્યાનમાં લેવા જેવી બાબત છે. આગામી સમયમા પાલિકા દ્વારા મંજુર થયેલ નક્શાથી વિપરીત બાંધકામને દુર કરી કાયદેસરની કાયઁવાહી હાથ ધરાશે કે માત્ર નોટિસ વાળી ખોં આપતાં રહેશે એ મોટો પ્રશ્ન બની રહેશે.


