Gujarat

ધ્રાંગધ્રા એસ.એસ.પી જૈન કોલેજ ખાતે વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ.

ધ્રાંગધ્રા:
ધ્રાંગધ્રા એસ.એસ.પી જૈન આટઁસ એન્ડ કોમઁસ કોલેજ ખાતે વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરવામા આવી હતી જેમા કોલેજ ખાતે વનવિભાગના અધિકારી પ્રજ્ઞેશ દવે દ્વારા અહિ અભ્યાસ કરતા વિધાથીઁઓને વન્ય પ્રાણી અંગે માહિતી આપવામા આવી હતી. આ બાદ કોલેજના તમામ વિધાથીઁ તથા વિધાથીઁનીઓ વચ્ચે વન્યપ્રાણી માહિતી અંગે ક્વીઝ કોન્ટેસ્ટ પણ યોજાઇ હતી જેમા તમામ પ્રશ્નોના સાચા જવાબ આપનાર વિધાથીઁઓને પ્રોત્સાહન ઇનામ આપવામા આવ્યુ. જ્યારે કોલેજ ખાતે વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી નિમિતે કાયઁક્રમમા વન વિભાગના મદદનીશ અધિકારી , RFO , કોલેજના પ્રિન્સીપાલ  તથા ભાજપ શહેર પ્રમુખ અને નગરપાલિકા હોદ્દેદારો સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.

Screenshot_20211005_190033.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *