અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘોબા ગામે શ્રી સૌરાષ્ટ્ર લેવા પટેલ સમાજ દ્વારા ઘોબા ગામ ખાતે આયોજિત 28 મો સમુહલગ્ન ખૂબ ધામધુમથી સંપન્ન થયો જેમા સમાજ વુ્ધ્ધ તથા યુવાનો તથા સુરત ની યુવા ટીમ નો પણ ખૂબ સહયોગ રહ્યો હતો સુરત થી પધારેલા 35 નવયુવાનો એ પણ સમાજ ને માટે કાઈક સારૂ કરવા ની ભાવનાથી પોતાના કામ ધંધા મુકી ને આ સમુહલગ્ન મા તન મન અને ધન થી સેવા કરી સાથે બે પેઢી મળી ને ખૂબ સરસ સમુહલગ્ન નુ આયોજન કર્યું હતું જેમા 15 દિકરીઓ એ પ્રભુતામા પગલા પાડી ને સમાજને નવો રાહ ચીંધ્યો ખોટા દેખાડા અને ખોટા ખર્ચા નહી કરીએ એવો સંકલ્પ પણ લીધો હતો સાથે આજુ બાજુ ના ગામની યુવા ટીમનો પણ ખૂબ સાથ અને સહકાર રહ્યો હતો અને સમાજના અગ્રણીઓ રાજકીય લોકો અને સમાજના દાતાશ્રીઓ એ પણ ખૂબ સાથ અને સહકાર આપ્યો
અને પત્રકાર મિત્રો નો પણ ખૂબ સારો સહકાર રહ્યો હતો. તેવુ શ્રી સૌરાષ્ટ્ર લેઉવાપટેલ સમાજ ઘોબા ગામ ના પ્રમુખ શ્રી હરદાશભાઈ નાગાણી એ જણાવ્યું હતું
એન્કર બાલુભાઈ નાગાણી..
અહેવાલ રસિક વેગડા મોટી કુકાવાવ


