Delhi

હાર બાદ આપના ગોપાલ ઈટાલીયાએ ગાંધીનગરના પરિણામ વિશે ચર્ચા કરી

નવી દિલ્હી
ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં ગોપાલ ઈટાલીયાએ વધુમાં જણાવ્યું હતું કે, જવાબદારી વર્ષો જૂની પાર્ટીની નક્કી થાય, અમે જીવનમાં પહેલી વખત રાજનીતિમાં આવ્યા છીંએ અને એ પણ સારું કામ કરવા માટે. જેમના પર રાજનીતિની અંદર સારું કામ કરવાની જવાબદારી હતી તે ભાજપ અને કોંગ્રેસ પાર્ટીએ અને તેમના નેતાઓએ સારું કામ કર્યું હોત તો અમારે અમારા કામ ધંધા, રોજગાર છોડીને રાજનીતિમાં આવવું ન પડ્યું હોય. અમે એટલા માટે આવ્યા છીએ કે, આ પાર્ટીઓએ જનતાને લાચાર હાલતમાં મુક્યા છે. આજે અમે પહેલું પગથીયું ચઢવાની કોશિશ કરી છે અને અમને અડધી સફળતા મળી છે. અમે જનતાનો આભાર માનીને હજુ વધારે મહેનત કરવા તરફ આગળ વધતા રહીશું. ભાજપનો ભવ્ય વિજય થયો છે. ગાંધીનગરમાં મેયર બનાવવાના દાવા કરતી આમ આદમી પાર્ટીને માત્ર ૧ બેઠક પર જ જીત મળી છે. તો કોંગ્રેસને માત્ર ૨ બેઠક મળી છે. એટલે બહુમતીથી ભાજપે ગાંધીનગર મનપાની સત્તા હાંસલ કરી છે. આમ આદમી પાર્ટીએ ગાંધીનગરની ચૂંટણીમાં ખૂબ જ જાેરશોરથી પ્રચાર કર્યો હતો અને આમ આદમી પાર્ટીના પ્રચારમાં લોકોનું ખૂબ સારું સમર્થન પણ મળ્યું હતું. પરંતુ પરિણામ આવતા જ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેની હાર ગાંધીનગરમાં થઇ. ચૂંટણીના પરિણામ બાદ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાએ જણાવ્યું હતું કે, રૂઢીચુસ્ત વોટબેંક નથી હોતી. લોકો મત કામ માટે આપે છે. ભાજપને કામ માટે મત આપવા જાેઈએ, કોંગ્રેસને પણ કામ માટે અને આમ આદમી પાર્ટીને પણ કામ માટે આપવા જાેઈએ. આ બંનેએ કામ નથી કર્યું ત્યારે લોકોએ એક આશા સાથે અને વિશ્વાસની સાથે અમને મત આપ્યા છે. કોંગ્રેસવાળાએ મત આપ્યા છે, ભાજપવાળાએ મત આપ્યા છે તે કહેવા કરતા કામના માટે આપ્યા છે, શિક્ષણ માટે આપ્યા છે અને સ્વસ્થ્ય માટે આપ્યા છે તેમ કહેવું વધારે યોગ્ય રહેશે. કોંગ્રેસ બાબતે ગોપાલે જણાવ્યું હતું કે, કોંગ્રેસ વર્ષોથી ક્યાય ચિત્રમાં નથી. છેલ્લી ૮થી ૧૦ ચૂંટણીઓનો આપણે ડેટા કાઢીએ તો તેમાં કોંગ્રેસ આમ પણ ક્યાય ચિત્રમાં નથી. કોંગ્રેસે આટલા વર્ષો સુધી પર્ફોમન્સ નથી બતાવ્યું. ત્યારે કોંગ્રેસ વિષે ચર્ચા કરવાના બદલે ગાંધીનગરની ચૂંટણીનું પરિણામ બતાવે છે કે, આ ફાઈટ આમ આદમી પાર્ટી અને ભાજપ વચ્ચે થઇ છે. પહેલા નંબર પર ભાજપ રહી છે. તેની પાસે સત્તાનો સહકાર છે, પોલીસનો સહકાર છે, કાળા રૂપિયાનો સહકાર છે. આમ આદમી પાર્ટીએ બીજા નંબરે પર્ફોમન્સ આપ્યું છે. સુરતમાં પણ બીજા નંબરે, રાજકોટમાં પણ બીજા નંબરે અને ગાંધીનગરમાં પણ આમ આદમી પાર્ટી બીજા નંબરે આવી છે. એટલે આ ફાઈટ હવે પછી ગુજરાતમાં આવનારી તમામ ચૂંટણીઓમાં ભાજપ અને આમ આદમી પાર્ટીની વચ્ચે રહેવાની છે.

Gopal-italiya-08.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *