Delhi

એક સર્વે પ્રમાણે ડ્રગ્સની ઝપેટમાં સૌથી વધુ ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનો સમાવેશ

નવીદિલ્હી
થોડા સમય પહેલા સોશિયલ મીડિયા પર એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો હતો. તેમાં મધ્ય કેરલના એક શહેર સ્થિત હોટલમાં દરોડા દરમિયાન પોલીસ દ્વારા પકડાયા બાદ એક યુવતી નશામાં જાેર-જાેરથી રાડો પાડતી જાેવા મળી હતી. આ ઘટનાની તપાસ બાદ સામે આવ્યું કે એક સમયમાં હોશિંયાર વિદ્યાર્થિની રહેલી યુવતીને માદક પદાર્થની જાળમાં ફસાવવામાં આવી અને તેનો ઉપયોગ માદક પદાર્થોની તસ્કરના રૂપમાં કરવામાં આવી રહ્યો હતો. આ તેમાંથી એક ઘટના હતી જેણે કેરળ સમાજના સામૂહિક અંતરાત્માને હચમચાવી નાખ્યો હતો, જેના પગલે સરકારે દક્ષિણ રાજ્યમાં આ ગેરકાયદેસર ધંધામાં સામેલ લોકો સામે પગલાં લીધા હતા. કેરળ પોલીસે ૨૧ વર્ષથી ઓછી ઉંમરના યુવાનોમાં એક સર્વે કર્યો હતો જેમાં બીજી ચોંકાવનારી વાત સામે આવી હતી કે ડ્રગ્સમાં ફસાયેલા આ યુવાનોમાંથી ૪૦ ટકા ૧૮ વર્ષથી ઓછી ઉંમરના હતા. સૌથી ભયાનક બાબત એ હતી કે આમાંની મોટાભાગની છોકરીઓ હતી અને ડ્રગ્સની જાળમાં ફસાયા બાદ તેઓનો ઉપયોગ દાણચોરી તરીકે કરવામાં આવતો હતો. અધિક પોલીસ મહાનિર્દેશક (કાયદો અને વ્યવસ્થા) એમઆર અજીત કુમારે જણાવ્યું હતું કે, અગાઉ કોલેજાેમાં ડ્રગ્સના કેસ વધુ હતા પરંતુ હવે વધુ કેસો શાળાઓમાં આવે છે અને છોકરીઓ ડ્રગ્સના દુરૂપયોગનો વધુ ભોગ બને છે. રાજ્ય પોલીસના ડ્રગ વિરોધી અભિયાન, યોધાના રાજ્ય નોડલ અધિકારી કુમારે જણાવ્યું હતું કે મહિલા તસ્કરોનો ઉપયોગ અન્ય છોકરીઓને જાળમાં ફસાવવા માટે કરવામાં આવતો હતો. કુમારે કહ્યું કે તેઓ પહેલા શાળાએ જતી છોકરીઓ સાથે દોસ્તી કરે છે અને પછી ધીમે ધીમે તેમને ડ્રગ્સની ખતરનાક દુનિયામાં ધકેલે છે. વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે આ ધંધો રસ્તાની બાજુની ગાડીઓ પર વધુ થઈ રહ્યો છે. શાળાઓમાંથી ડ્રગ્સની સમસ્યાને દૂર કરવા માટે, પોલીસે રાજ્યમાં ૧૮,૩૦૧ દુકાનો અને શાળાઓની નજીકની નાની દુકાનો પર દરોડા પાડ્યા હતા અને ૪૦૧ કેસ નોંધ્યા હતા. ૪૬૨ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ૨૦.૯૭ કિલો ગાંજા, ૧૮૬.૩૮ ગ્રામ સ્ડ્ઢસ્છ અને ૧૧૧૨.૧ ગ્રામ હાશિશ જપ્ત કરવામાં આવી હતી. તિરુવનંતપુરમ ડિસ્ટ્રિક્ટ ચાઇલ્ડ પ્રોટેક્શન યુનિટમાં પોસ્ટ કરાયેલા કાઉન્સેલર અંજુ ડાયસે જણાવ્યું હતું કે, “શાળાના બાળકોમાં ડ્રગના દુરૂપયોગના કિસ્સાઓ ખૂબ વધારે છે. જ્યારે અમે તેમને કાઉન્સિલ કરીએ છીએ, ત્યારે તેઓ માદક દ્રવ્યોના વ્યસની હોવાનું કબૂલ કરે છે પરંતુ તેઓને ડ્રગ્સ ક્યાંથી મળ્યું તે ક્યારેય જણાવ્યું નથી. તેમણે કહ્યું કે ૧૩ વર્ષ અને તેથી વધુ ઉંમરની છોકરીઓમાં નશાની સાથે સાથે યૌન શોષણની ઘટનાઓ પણ સામે આવે છે.

File-01-Page-14.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *