Gujarat

ગાંધીનગર વોર્ડ નંબર ૧માં ઈવીએમનું સીલ તૂટ્યું હોવાથી આપએ મત ગણતરી રોકી

ગાંધીનગર
ગાંધીનગર મહાનગરપાલિકાની ભાજપના ફાળે જાય તેવા સંકેતો મળી રહ્યા છે કારણ કે, ૨૦ બેઠકો પૈકી ૧૯ બેઠક પર ભાજપની જીત થઇ છે અને ૧ બેઠક પર કોંગ્રેસની જીત થઈ છે. આમ આદમી પાર્ટીને એક પણ બેઠક મળી નથી. ૨૦માંથી ૧૯ બેઠક ભારતીય જનતા પાર્ટીએ જીતતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો છે. ગાંધીનગર વોર્ડ નંબર ૭માં ભાજપની પેનલની જીત થઇ છે. કિંજલ ઠાકોરની ૫૭૪૬ મતથી, પ્રેમલસિંહ ગોલની ૬૫૮૧ મતથી, શૈલેષ પટેલની ૬૩૧૪ મતથી અને સોનલબા વાઘેલાની ૬૩૯૪ મતથી જીત થઇ છે. ૩ ઓક્ટોબરના રોજ યોજાયેલ ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે. મતગણતરીને લઇને મતગણતરી કેન્દ્ર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પહેલા બેલેટ પેપરથી મતગણતરી શરૂ થઈ હતી. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીના લઈ પટેલ અને પાટીલની જાેડીની પરીક્ષાનું રિઝલ્ટ આજે આવશે. તો પોસ્ટલ બેલેટની મત ગણતરી થઈ હતી તેમાં બોર્ડ ૩માં આમ આદમી પાર્ટી આગળ ચાલી રહી હતી. વોર્ડ નંબર ૫માં ભાજપની પેનલનો વિજય થયો છે. ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલની ૨૦૨૨ની વિધાનસભાની ચૂંટણીની ટેસ્ટ માનવામાં આવે છે. સવારે ૯ વાગ્યાથી ગાંધીનગરમાં ૫ કેન્દ્ર પર મતગણતરી શરૂ થઈ ગઈ છે અને ૩ ઓક્ટોબરના રોજ ૫૬ ટકા મતદાન થયું હતું. ૧૧ વોર્ડની ૪૪ બેઠક માટે થયેલા મતદાનની મત ગણતરી કરવામાં આવી છે. બપોર સુધીમાં ગાંધીનગર મહાનગરપાલિકાની ચૂંટણીનું પરિણામ સ્પષ્ટ થઇ જશે તેવું દેખાઈ રહ્યું છે. મહત્ત્વની વાત છે કે, ગાંધીનગર મહાનગરપાલિકાની અગાઉ બે વખતની ચૂંટણીમાં એક વખત કોંગ્રેસની જીત થઈ હતી. તો બીજી વખત પણ કોંગ્રેસ સરકારની નજીક હતી પરંતુ તોડજાેડની નીતિના કારણે ગાંધીનગર મહાનગરપાલિકામાં શાસન ભાજપનું આવ્યુ હતું. ૩ સપ્ટેમ્બરના રોજ ચૂંટણી યોજાઇ હતી. તેમાં ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું. તેથી ગાંધીનગરની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાંખિયો જંગ જામ્યો હતો. તો બીજી તરફ મતગણતરી કેન્દ્રો પર કાયદો અને વ્યવસ્થા જળવાય રહે એટલા માટે ૫૫૦ કરતાં વધુ પોલીસ જવાનોનો કાફલો ગોઠવી દેવામાં આવ્યો છે. આ બંદોબસ્ત માં ૬ ડ્ઢઅજીઁ, ઁૈં ૩૧, ઁજીૈં ૨૫૦ પોલીસ કોન્સ્ટેબલ, ૧૨૦ મહિલા પોલીસ અને ૫૦ ટ્રાફિક પોલીસ તહેનાત કરવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *