Gujarat

કોર્ટનો હુકમ પતિએ ભરણપોષણ અને મકાન ભાડું ચુકવવું પડશે

સુરત
સુરતના ૧૧મા એડીશનલ સિવિલ જજ કે.એમ.રાઠોરે પત્નીની અરજી મંજુર કરી અને પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણીને અત્યાચાર ન કરવાનો, ઘરેલું હિંસાનું કૃત્ય ન કરવાનો હુકમ કર્યો હતો. વધુમાં દર માસો માસ પત્નીને માસિક રૂપિયા ૩ હજાર ભરણપોષણ તથા રૂપિયા ૧૫૦૦ મકાનના ભાડા પેટે ચુકવવાનો હુકમ કર્યો છે. કોર્ટ દ્વારા પત્નીને સાસરી પક્ષનાઓએ ત્રાસ આપેલ હોય તેના વળતરના રૂપિયા ૨૦ હજાર તથા અરજી ખર્ચના રૂપિયા ૫ હજાર સાસરી પક્ષનાઓને ચુકવવાનો હુકમ કર્યો છે.સુરતના વિકલ્પા ગોહિલ જેઓના લગ્ન ભરૂચ ખાતે થયા હતા. બંને પક્ષકારોને લગ્નજીવન થકી સંતાનમાં એક પુત્રનો જન્મ થયો હતો.પરિણિતાને કામકાજ બાબતે મ્હેણા ટોણા મારતા, ધાક-ધમકીઓ આપતા અને નાણાની માંગણીઓ કરતા હતા. પત્ની પોતાનું લગ્નજીવન આબાદ કરવા માટે પિયરજનો પાસેથી છુટક છુટક કરીને રૂપિયા ૩,૫૦,૦૦૦ લીધા હતા. આ ઉપરાંત છોકરો લઇને પરિણિતાને કાઢી મુકાઇ હતી જેથી પતિ, સાસુ, સસરા, દિયર અને દેરાણી વિરુધ એડવોકેટ પ્રિતિ જિજ્ઞેશ જાેષી મારફતે ઘરેલું હિંસાની અરજી દાખલ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *