Maharashtra

મલાઈકા અરોરાને બોડીગાર્ડ સાથે આ હરકત કરતા ટ્રોલર્સના નિશાને ચડી

મુંબઈ
મલાઇકા અરોરાને બોલિવૂડની ફિટનેસ ક્વીન ગણવામાં આવે છે. તે કોઇને કોઇ કારણે ચર્ચામાં રહે છે. મલાઇકાની પાછળ પાપારાઝી હોય જ છે. મલાઇકાને દરરોજ ક્યાંકને ક્યાંક સ્પોટ કરવામાં આવે છે. એકંદરે જાેઈએ તો મલાઇકા અરોરા પાપારાઝીની ફેવરિટ હોય તેવું ફલિત થાય છે. હાલમાં જ મલાઈકા અરોરા મુંબઈ એરપોર્ટ પર જાેવા મળી હતી. આ દરમિયાન તેણે રેડ કલરનો આઉટફિટ કેરી કર્યો હતો, જેમાં તે ખૂબ જ સ્ટાઇલિશ લાગી રહી હતી. આ દરમિયાનનો એક વિડીયો હવે સામે આવ્યો છે. આ ક્લીપ જાેયા બાદ કેટલાક લોકો તેના લૂકના જાેરદાર વખાણ કરી રહ્યા છે. બીજી તરફ ટ્રોલર્સ ગેંગ ફરી એકવાર મલાઇકા અરોરાને નિશાન બનાવી રહી છે. શા માટે ટ્રોલ થઈ મલાઈકા અરોરા? તે જાણો.. વાયરલ વિડીયોમાં તમે જાેઈ શકો છો કે મલાઈકા અરોરાના બોડીગાર્ડના હાથમાં તેની બેગ છે. આ ક્લિપમાં બોડીગાર્ડ કારમાંથી સામાન બહાર કાઢતો જાેવા મળ્યો હતો, જ્યારે મલાઇકા કઈ લીધા વગર જતી રહી હતી. આ કારણે લોકો સોશિયલ મીડિયા પર મલાઈકા અરોરાને જાેરદાર ટ્રોલ કરી રહ્યા છે. મલાઈકા અરોરાને ટ્રોલ કરવામાં આવી હોય એવું પહેલીવાર નથી. દરરોજ કોઈને કોઈ કારણોસર તેમને ટ્રોલ કરવામાં આવે છે. ક્યારેક મલાઈકા અરોરાની ચાલ પર તો ક્યારેક તેના ડ્રેસિંગ ટ્રોલિંગ થતું હોય છે. મલાઈકા અરોરા હાલ બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરને ડેટ કરી રહી છે. બંનેએ પોતાના સંબંધોને સાર્વજનિક કરી દીધા છે. બંનેની ઉંમરમાં તફાવત બાબતે પણ કેટલાક સવાલો ઉઠયા છે. મલાઈકા અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે અવારનવાર પોતાના એકાઉન્ટ પર તસવીરો અને વિડીયો શેર કરતી રહે છે. તેની તસવીરો અને વીડિયો તેના ચાહકોને ખૂબ ગમે છે. જેના કારણે તેની પોસ્ટ પર ઢગલાબંધ લાઇક્સ અને કોમેન્ટ્‌સ હોય છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે અર્જુન કપૂરે મલાઈકા અરોરા માટે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં બંને ખૂબ જ રોમાન્ટિક અંદાજમાં જાેવા મળ્યા હતા. આ સાથે જ મલાઈકાએ પણ વેલેન્ટાઈન ડે પર અર્જુન કપૂર માટે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ શેર કરી હતી.

File-01-Page-13.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *