અમરેલી જિલ્લામાં હાલ ક્રાઇમનાં બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે હુમલા ખોરોને પોલીસનો ડર જ નાં રહ્યો હોય તેવું લાગી રહ્યું છે ત્યારે લીલીયામાં મોડી રાતે બની હતી ફાયરિંગની ઘટના જેમાં કિશન દવે ઉપર ફાયરિંગ કરવામાં આવ્યું હતું લીલીયાના કિશન દવે જે પ્રોહી.ગુન્હામાંથી જેલથી છૂટીને બહાર આવ્યા હતા…જેઓ પોતાના ઘરે હતા અને રણજીત જેતુંભાઈ ધાધલનેને ફોન કરેલ અને ફોન ઉપર બોલાચાલી કે ગાળાગાળી થઈ હતી….રણજીત ધાંધલ પોતાના મિત્ર સમીર સમાં અને અન્ય વ્યક્તિ બે બાઈક પર આવેલા અને તે જેલની અંદર મારા વિશે ખરાબ શામાટે બોલતો હતો કહી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા જેમાંથી ગોળી કિશન દવેને સાથલના ભાગે લાગી…હત્યાના ઇરાદે આવેલ શખ્સો સામે આઇપીસી કલમ 307 ની કલમ મુજબ ગુન્હો નોંધી પોલીસની અલગ અલગ છ ટિમો બનાવી આરોપીઓને ઝડપવા પોલીસે કવાયત હાથ ધરી છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


