શું છે સમગ્ર વિગત જોઈએ આં રિપોર્ટમાં….
આવનાર ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે મોટીવેશનલ સેમિનાર જિલ્લા પોલીસ વડા હિમકરસિહના માર્ગદર્શનમાં યોજવામાં આવ્યો જેમાં મુખ્ય મહેમાન મનીષભાઈ ગઢવી ટી.ટી.સી. રાજકોટ એકેડેમી થી પધારી વિદ્યાર્થીઓને સમજાવતા જણાવ્યું હતું કે લોકોમાં ડર છે એજ સૌથી મોટી કમજોરી છે માટે વાંચો, વિચારો અને અભિવ્યક્ત કરો પરીક્ષા માં વધારે ચિંતા ના કરી આગળ વધો દુનિયામાં સફળતા અને નિષ્ફળતા એ પ્રાસંગિક છે માટે કોઈપણ નબળા વિચાર કર્યા વિના હંમેશા ફ્રેશ રહી મોબાઈલ થી બને તેટલા દૂર રહેવા માર્ગદર્શન આપ્યું તેમજ વાંચવાને લઈને થતા તણાવને દૂર કેમ કરવું, પારિવારિક તણાવને દૂર કેમ કરી શકાય તે સમજાવવામાં આવ્યું હતું અંતે સિટી.પી આઇ.પ્રસાદ દ્વારા આભાર વ્યક્ત કરી કાર્યક્રમને પૂર્ણ કરાયો હતી કાર્યક્રમ મા જિલ્લા પોલીસ અધિકારીઓ 550 જેટલા ધોરણ 10 અને 12 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો..
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*


