Gujarat

સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ દાદાને દિવ્ય શણગાર કરાયો…  

મહાશિવરાત્રી ઉત્સવ નિમિતે
શ્રી નિલકંઠ મહાદેવનું ભવ્ય પૂજન થયુ,મોટી સંખ્યામાં હરીભક્તો દર્શન કરી ધન્યતા અનુભવી…
વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ એવં શતામૃત મહોત્સવ સાળંગપુરધામ ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મહાશિવરાત્રિ નિમિતે તા.18-02-2023ને  શનિવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  દિવ્ય શૃંગાર કરી સવારે મંગળા આરતી તથા શણગાર આરતી કોઠારી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવેલ મંદિરના પરિસર મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવેલ. શ્રી નિલકંઠ મહાદેવ મંદિરને ફૂલોથી વિશેષ  શણગાર કરી મંદિરમાં રાત્રે 10 થી 12 કલાક દરમિયાન પૂજન-અર્ચન-મહાઆરતીનું આયોજન કરવામાં આવેલ.જેના દર્શન-આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી…
તસવીરઃવિપુલ લુહાર,બોટાદ

IMG-20230218-WA0061.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *