વેરાવળ તાલાલા ગાંધીંનગર સોમનાથ ઓખા અને સોમનાથ જામનગર રુટ પર ચાલશે
*મુસાફરોને માહિતી મળી રહે તે માટે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ પણ કાર્યરત
અહેવાલ : સોની હરેશ ભાઈ પી સતીકુંવર
——
*ગીર સોમનાથ.તા.૧૬:* વેરાવળ એસ.ટી. બસ સ્ટેન્ડથી ૪ નવી લક્ઝરી બસોને તાલાલાના ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડે લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ ડેપો મેનેજર દયારામભાઇ મેસવાડિયા અને ઉપસ્થિત યુનિયના સભ્યો અને પ્રદીપ બાપુ સહિત એસટી કર્મીઓ તેમજ લૉહાણા મહાજન ના પ્રમુખ દિપક ભાઈ ક્ક્કક સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા સમિતી ના પાયલ બેન આનંદ ભાઈ પારેખ અને યોગેશ સતીકૂવર સહિત અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતાં.
આ તકે ધારાસભ્ય શ્રીએ જણાવ્યું હતું કે, તા.૧૩ ફેબ્રુઆરીના ગાંધીનગર ખાતેથી સવારે યોજાયેલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ વાહનવ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા એસ.ટી નિગમને સ્લીપર તેમજ ૨×૨ લકઝરી પ્રકારની નવીન ૧૫૧ બસો ફાળવેલ હતી. જેમાં વેરાવળ ડેપોને ૪ બસો અંતર્ગત ર-સ્લીપર કોચ તેમજ ૨-લકઝરી બસો ફાળવાઈ છે. અલગ અલગ રૂટ માટે આ બસનો ઉપયોગ કરવામાં આવશે જેથી મુસાફરોએ આ સેવાનો લાભ લેવા અને બસનું જતન કરવા અપીલ પણ કરી હતી. આ ઉપરાંત બસસ્ટેન્ડમાં મુસાફરોને માહિતી મળી રહે તે માટે અદ્યતન સાઉન્ડ સીસ્ટમ પણ કાર્યરત કરવામાં આવી.હોવાનું પત્રકાર હરેશભાઈ સતીકુંવર દ્વારા જણાવ્યું હતું


