International

ઓસ્ટ્રેલિયામાં વિદેશ મંત્રી એસ. જયશંકરએ કહ્યું ચાલુ વર્ષે ભારતમાં ૭% આર્થિક વૃદ્ધિ પ્રાપ્ત કરવાનું લક્ષ્ય

સિડની
વિદેશ મંત્રી એસ. જયશંકર ઓસ્ટ્રેલિયાના પ્રવાસે છે. ત્યારે તેમણે શનિવારના રોજ સિડનીમાં નિવેદન આપ્યું છે કે, ભારતનું આ વર્ષે અર્થવ્યવસ્થામાં ૭ ટકા વૃદ્ધિ મેળવવાનું લક્ષ્ય છે. આગામી પાંચ વર્ષોમાં ભારત તેને પણ પ્રાપ્ત કરી લેશે. આગામી દોઢ દાયકામાં આર્થિક વૃદ્ધિ દર ૭થી ૯ ટકા રહેશે. ઇટ્ઠૈજૈહટ્ઠજ્રજીઅઙ્ઘહીઅ માં બિઝનેસ બ્રેકફાસ્ટમાં તેમણે જણાવ્યું હતું કે, અમે આ વર્ષે ૭ ટકા વૃદ્ધિનું લક્ષ્ય રાખ્યું છે. અમને આશા છે કે, આગામી પાંચ વર્ષોમાં તેમાં સુધારો થશે. આગામી દોઢ દાયકામાં નિશ્ચિતપણે વૃદ્ધિ દર ૭થી ૯ ટકા રહેશે. તમે હાલમાં હ્લડ્ઢૈં અને હ્લૈંૈં સાથે તે રોકાણ પ્રવાહમાં પણ રોકાણનો માહોલ જાેઈ શકો છો. આ વર્ષના બજેટમાં સરકાર મૂડી ખર્ચને આગળ વધારી રહી છે. રાયસીના જ્ર ડાયલોગ શું છે? તે જાણો.. સિડનીની ઈન્ટરકાંટિનેંટલ હોટેલમાં ઇટ્ઠૈજૈહટ્ઠજ્રજીઅઙ્ઘહીઅ બિઝનેસ બ્રેકફાસ્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. ઓસ્ટ્રેલિયન સ્ટ્રેટેજીક પોલિસી ઈન્સ્ટિટ્યુટ (છજીઁૈં) અને ભારતના ઓબ્ઝર્વર રિસર્ચ ફાઉન્ડેશન (ર્ંઇહ્લ) તરફથી સંયુક્તરૂપે આ ડાયલોગનું આયોજન કરવામાં આવ્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે ગયા વર્ષે ૨ એપ્રિલ ૨૦૨૨ના રોજ ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આર્થિક સહયોગ અને વેપાર સમજૂતી નો ઉલ્લેખ કર્યો હતો. આ ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, ઈઝ્ર્‌છની વેપાર પર સારી અસર છે. તેમણે સૂચન આપતા જણાવ્યું કે, વિશેષ રૂપે ઝ્રઈર્ં ફોરમની બેઠક અથવા પ્રધાનમંત્રી અને વેપારમંત્રીની યાત્રા દરમિયાન વધુમાં વધુ રોકાણ બાબતોને પ્રોત્સાહિત કરવી જાેઈએ. વિદેશ મંત્રી એસ. જયશંકરે માઈગ્રેશન મોબિલિટી વિશે પણ જણાવ્યું છે. તેમણે જણાવ્યું કે, અમે ઓસ્ટ્રેલિયામાં ભારતીય પ્રતિભાઓની મોટી મૂવમેન્ટ જાેવા મળી છે. ભારતના ૧૦ લાખ જેટલા વિદ્યાર્થીઓ અહીંયા રહે છે. અમે ભારતમાં ઓસ્ટ્રેલિયન યુનિવર્સિટીનું સ્વાગત કરશું. આવું માત્ર ભારતીય વિદ્યાર્થીઓ ઓસ્ટ્રેલિયા જઈ શકે તે માટે નહીં પરંતુ, ઓસ્ટ્રેલિયા અને ભારત માટે પણ છે. સમગ્ર દુનિયા માટે ભારતમાં કુશળ અને પ્રતિસ્પર્ધી પ્રતિભા તૈયાર કરવા માટે મળીને કામ કરી રહ્યા છીએ. ‘બિઝનેસ બ્રેકફાસ્ટ’ સાથે ઇટ્ઠૈજૈહટ્ઠજ્રજીઅઙ્ઘહીઅ સમિટની શરૂઆત થઈ છે. આ કાર્યક્રમમાં મંત્રીસ્તરીય અને ઉચ્ચ સ્તરીય સરકારી પ્રતિનિધિત્વની સાથે સાથે ઉદ્યોગ અને નાગરિક સમાજની ભાગીદારી પણ સામેલ થશે. આ મેગા ઈવેન્ટમાં જીયો-પોલિટીક્સથી લઈને પ્રોદ્યોગિકી અને અર્થવ્યવસ્થાના મુદ્દાઓની પણ રજૂઆત કરવામાં આવી છે. માનવામાં આવી રહ્યું છે કે, ઈન્ડો-પેસિફિકની બે અસરકારક વિદેશ નીતિ, સુરક્ષા અને પ્રોદ્યોગિકી સંવાદ માટે સાથે આવશે, જેમાં એક નવી રફ્તાર પણ જાેવા મળશે. આ પ્રકારે રાયસીના ડાયલોગનું આયોજન નવી દિલ્હીમાં પણ થશે. ૨થી ૪ માર્ચ સુધી નવી દિલ્હીમાં રાયસીના ડાયલોગ અને ૪થી ૫ એપ્રિલ સુધી સિડની ડાયલોગનું આયોજન કરવામાં આવશે. વિદેશ મંત્રી એસ. જયશંકર આજે સિડની ડાયલોગમાં ક્લાઈમેટ ચેંજ એન્ડ એનર્જી મિનિસ્ટર ક્રિસ બોવેન એમપી સાથે ચર્ચા કરશે.

File-01-Page-11.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *