Delhi

સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલામાં મોદી સરકારની ભલામણ ફગાવી

નવીદિલ્હી
સુપ્રીમ કોર્ટે અદાણી-હિંડનબર્ગ મામલામાં એક્સપર્ટ્‌સના નામ સીલબંધ કવરમાં લેવાની ના પાડી દીધી છે. પાછલી સુનાવણી દરમિયાન કોર્ટના કહેવા પર સરકારે એક્સપર્ટ કમિટિ બનાવવા તૈયાર થઈ ગઈ હતી. તે સમયે સરકારે એક્સપર્ટના નામ સીલબંધ કવરમાં આપવાની ભલામણ કરી હતી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તે ટ્રાંસપરેન્સી ઈચ્છે છે. તેથી કેન્દ્રની ભલામણ માનવામાં આવશે નહીં. કોર્ટે કહ્યું કે, આપે જે નામ સોંપ્યા છે, તે બીજા પક્ષને આપવામાં આવ્યા નથી, તેથી તેમાં પારદર્શિતાની કમી થશે. એટલા માટે અમે અમારા તરફથી કમિટી બનાવીશું. તેમણે કહ્યુ કે, અમે આદેશ સુરક્ષિત રાખી રહ્યા છીએ. કમિટી જાેશે કે સ્ટોક માર્કેટના રેગ્યુલેટરી મેકેનિઝ્‌મમાં ફેરબદલ કરવાની જરુર છે કે નહીં. આ મામલામાં અત્યાર સુધીમાં ૪ જાહેરહીતની અરજીઓ દાખલ થઈ ચુકી છે. એકવોકેટ એમએલ શર્મા, વિશાલ તિવારી, કોંગ્રેસ નેતા જયા ઠાકુર અને સોશિયલ વર્કર મુકેશ કુમારે આ અરજી દાખલ કરી છે. મામલામાં પહેલી સુનાવણી ચીફ જસ્ટિસ ડી વાઈ ચંદ્રચૂડ અને જસ્ટિસ પીએસ નરસિમ્હા અને જેબી પારદીવાલાએ ૧૦ ફેબ્રુઆરી કરી હતી. બીજી સુનાવણી સોમવારે ૧૩ ફેબ્રુઆરી થઈ. આ અરજીઓમાં શું માગ કરી છે?.. મનોહર લાલ શર્માએ અરજીમાં જીઈમ્ૈં અને કેન્દ્રીય ગૃહમંત્રાલયને હિંડનબર્ગ રિસર્ચના ફાઉંડર નાથન એંડરસન અને ભારતમાં તેના સહયોગીઓ વિરુદ્ધ તપાસ કરવા અને ફરિયાદ કરવા માટે નિર્દેશ આપવાની માગ કરી છે. વિશાલ તિવારીએ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજની અધ્યક્ષતાવાળી એક કમિટી બનાવીને હિંડનબર્ગ રિપોર્ટની તપાસની માગ કરી છે. તિવારીએ પોતાની અરજીમાં લોકોની એ હાલત વિશે બતાવ્યું જ્યારે શેર પ્રાઈઝ નીચે જતા હતા. જયા ઠાકુરે આ મામલામાં ભારતીય જીવન વીમા નિગમ અને ભારતીય સ્ટેટ બેન્કની ભૂમિકા પર શંકા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ન્ૈંઝ્ર અને જીમ્ૈં ની અદાણી એન્ટરપ્રાઈઝમાં ભારે માત્રામાં સાર્વજનિક ધનના રોકાણની ભૂમિકાની તપાસની માગ કરી છે. મુકેશ કુમારે પોતાની અરજીમાં જીઈમ્ૈં,ઈડ્ઢ, ઈન્કમ ટેક્સ વિભાગ, ડાયરેક્ટોરેટ ઓફ રેવન્યૂ ઈંટેલિજેન્સથી તપાસના નિર્દેશ આપવાની માગ કરી છે. મુકેશ કુમારે પોતાના વરીલો રુપેશ સિંહ ભદૌરિયા અને મહેશ પ્રવીર સહાય દ્વારા આ અરજી દાખલ કરી છે.

Page-10.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *