નવસારી
રાજ્ય સરકાર ધ્વારા રાજ્ય તથા અતર રાજ્ય પ્રવાસી જનતાને આરામદાયક સલામત અને વ્યાજબી દરે પરિવહન સેવા મળી રહે તેવા હેતુસર રૂપિયા ૩૩ લાખના ખર્ચે બનેલી ૨× ૨ લલઝરી કોચ ના ઉઘાટન પ્રસંગે નવસારી ના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઇ તથા નવસારી- વિજલપોર નગર પાલિકાના પ્રમુખ જીગીશભાઈ શાહ ધ્વારા શુભ આરંભ કરાવી લીલી ઝંડી આપી સદર ૨×૨ લકઝરી કોચ નુ પ્રસ્થાન કરાવ્યું છે. કોય સવારે ૭.૩૦ કલાકે નવસારી થી ઉપડી સુરત-વડોદરા -ભાવનગર થઈને સાજે ૧૮.૨૫ કલાકે બગદાણા પહોંચશે. અને બીજ દિવસે સવારે ૭-૩૦ કલાકે બગદાણા થી ઉપડી પરત ફરશે, બસ નું બગદાણા સુધીનું ભાડુ રૂપિયા ૨૮૩ રહેશે. વલસાડ વિભાગના બીલીમોરા ડેપો ખાતે આજરોજ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી સર્વિસને ગણદેવી ધારાસભ્ય શ્રી નરેશભાઇ પટેલના વરદ હસ્તે સવારે ૮-૩૦ કલાકે લીલીઝંડી આપી પ્રસ્થાન કરવામાં આવી હતી. આ નવીન ૨×૨ બસ બીલીમોરા-બહુચરાજી બીલીમોરા ડેપોથી સવારે ૮-૦૦ કલાકે નીકળી સાંજે ૧૮-૨૫ કલાકે બહુચરાજી ખાતે પહોંચશે અને બહુચરાજી થી સવારે ૭-૨૫ કલાકે નીકળી બીલીમોરા ખાતે સાંજે ૧૭-૪૦ કલાકે આવશે. બસ સર્વિસ માટે રૂા.૨૪૮/- ભાડુ રખવામાં આવ્યું છે. બસ સર્વિસનું ઓનલાઇન બુકીંગ પણ શરૂ કરવામાં આવ્યું છે. આ નવિન બસ સેવાનો નવસારી જિલ્લાના લોકોને લાભ લેવા વલસાડ એસ.ટી.ના વિભાગીય નિયામક દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.


