પાટણ
પાટણ લેઉવા પાટીદાર સમાજ દવરા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ટેનિસ ક્રિકેટ ટૂર્નામેન આયોજન કરવામાં આવ્યું હતું જેની ફાઇનલ મેચ ગુર્જરવાડા અને ઊંચીશેરી વચ્ચે રમાઈ હતી. જેમાં ગુર્જરવાડા ટીમ નુનો વિજય થયો હતો. પાટણ લેઉવા પાટીદાર સમાજ દવરા ટેનિસ કિર્કેટ ટુર્નામેન્ટ નું આયોજન કરાયું હતું.જેમાં સમાજ ના વિવિધ માહોલ્લા ની ટિમો વચ્ચે છેલ્લા ૪ રવિવારે થી રમાઈ રહી હતી જેમાં ૨૧ ટીમોએ ભાગ લીધી હતી જેની ફાઈનલ મેચ રવિવારના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે ગુર્જરવાડા અને ઉંચીશેરી વચ્ચે રમાઈ હતી જેમાં જેમાં ગુર્જર વાડા ટીમે પ્રથમ દાવ લેતાં ૧૨ ઓવરમાં ૭ વિકેટે ૧૧૧ રન બનાવ્યા જેના જવાબમાં ઉંચીશેરી ટીમે ૬ વિકેટે ૧૦૧ રન બનાવ્યા. આમ ફાઇનલ મૅચ ગુર્જરવાડા ટીમ ચેમ્પિયન બની. ઉપસ્થિત મહેમાનોના હસ્તે ગુર્જરવાડા ટીમને વિજેતા ટ્રોફી આપવામાં આવી અને ઊંચીશેરી ટીમને રનર્સઅપ ટ્રોફી અને રોકડ આપવામાં આવી. પાટણ લેઉવા પાટીદાર પ્રમુખ હર્ષદભાઈ પટેલ,મંત્રીઈશ્વરભાઈપટેલ,યુનિવર્સિટીમના ઇસી સભ્ય શૈલેષ પટેલ,મનોજ પટેલ,રાયચંદ ભાઈ પટેલ,મહેન્દ્ર ભાઈ પટેલસહિત દાતા અને સ્પોન્સરો નું સન્માન કરાયું હતું. મેનોફધ મૅચ ગુર્જરવાડા ટીમ અતીત પટેલ રોકડ અને ટ્રોફી આપી હતી તો બેસ્ટ બોલર્સ, ફિલ્ડર, અને બેટીંગ માં પણ ટ્રોફી એનાયત કરવામાં આવી હતી. બેસ્ટ બેસ્ટમેન વિશાલ પટેલ ને રોકડ અને ટ્રોફી અને રોકડ એનાયત કરાઈ હતી.ટુર્નામેન્ટ માં સાહિલ પટેલ, પ્રતીક પટેલ બેસ્ટ બોલર્સ ને ઇનામ અપાય હતા. જાેકે તમામ રોકડ પુરસ્કાર સમાજ માં કામ માટે પરત આપી ઉત્તમ ઉદારણ અપાયું હતું. મેચના અંતે સમાપન અને ઈનામ વિતરણ સમારોહ મોટી સંખ્યામાં પાટણ લેઉવા પાટીદાર સમાજના લોકો એ મેચ નિહાળવા હાજર રહ્યા. આયોજકો દ્વારા તમામ દાતાઓનું સન્માન કરવામાં આવ્યું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન યોગેશ પટેલ,ઉત્કર્ષ પટેલ દ્વારા કરવામાં કર્યું. પાટણ લેઉવા પાટીદાર સમાજ ના યુવાન ક્રિકેટ માં સુંદર પ્રદર્શન કરનાર ક્રિસ નરેશભાઈ પટેલનું સ્પેશ્યલ સન્માન કરાયું હતું. શિવમ પટેલ ,હર્ષિલ પટેલ ઝીલ નિસર્ગ પટેલ ઓનલાઈન લાઈન સ્કોરનું સંચાલન કર્યું હતું.જેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.. પાટણ લેઉવા પાટીદાર સમાજ યુવાન દ્વારા ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે ખૂબ જ જહેમત ઉઠાવવામાં આવી અને ટુર્નામેન્ટને સફળ બનાવી હતી.
