Gujarat

વકીલ કેશવલાલ મોતીલાલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી શેઠ.એમ.આર. પ્રા.વિભાગ દ્વારા ચોથા ગણિત-વિજ્ઞાન પ્રર્દશન નું આયોજન કરાયું.

મકસુદ કારીગર,ખેડા-કઠલાલ
કઠલાલ પંથકની આ શાળા દર ત્રણ વર્ષે સાયન્સ ફેર નું આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આ વખતે પણ ચોથો ગણિત-વિજ્ઞાન (સાયન્સ ફેર ) નું આયોજન કરવામાં આવ્યું.
જેમાં કુલ ૧૫૦ થી વધુ વિદ્યાર્થીઓ દ્વારા જાતે બનાવેલી ૬૪ થી વધારે કલાકૃતિઓ અને પ્રયોગો રજૂ કરવામાં આવ્યા.જ્યારે સાયન્સ ફેર માં કઠલાલ નગર માં આવેલી વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ અને શિક્ષકો આચાર્યો સી.આર.સી સી.આર.સી , બીઆરસી, તાલુકા શિક્ષણ અધિકારી, વાલી મિત્રો, નગરજનો, ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ,મંડળના પ્રમુખ અને કારોબારી સભ્યો, માધ્યમિક વિભાગના આચાર્ય, ઉપસ્થિત રહી ગણિત-વિજ્ઞાન પ્રર્દશન નો લાભ લઇ જાણકારી મેળવી હતી.
આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન માટે શાળાના સૌ શિક્ષક મિત્રો એ ખૂબ જ મહેનત કરી હતી તથા શાળાના આચાર્ય પટેલ મનીષકુમાર એસ. ના માર્ગદર્શન હેઠળ સમગ્ર પ્રદર્શનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

IMG-20230220-WA0074.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *