સોના-ચાંદીના વાયદાના ભાવમાં સામસામા રાહઃ કોટન-ખાંડીમાં રૂ.200ની
નરમાઈઃ નેચરલ ગેસ, મેન્થા તેલમાં વૃદ્ધિઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી
વાયદાઓમાં રૂ. 7039 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 7401 કરોડનું ટર્નઓવર :
બુલડેક્સ વાયદામાં રૂ. 9 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં શુક્રવારે પ્રથમ સત્ર સુધીમાં 2,02,383 સોદાઓમાં કુલ રૂ.14,449.48 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ. 7039.22 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 7401.25
કરોડનો હતો.
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 67,321 સોદાઓમાં કુલ રૂ.4,401.65 કરોડનાં
કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું એપ્રિલ વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં
રૂ.55,707ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.55,790 અને નીચામાં રૂ.55,623 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.67 વધી રૂ.55,654ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.350 વધી રૂ.44,446 અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.21 ઘટી રૂ.5,468ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની માર્ચ વાયદો 10 ગ્રામદીઠ રૂ.55,794ના ભાવે ખૂલી, રૂ.78 વધી રૂ.55,708ના સ્તરે
પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.64,389ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.64,450 અને નીચામાં રૂ.63,908 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ. 329 ઘટી
રૂ.64,022 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ. 342 ઘટી રૂ.64,250 અને ચાંદી-માઈક્રો
ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.258 ઘટી રૂ.64,210 બોલાઈ રહ્યો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,138 સોદાઓમાં રૂ.1,178.67 કરોડના વેપાર થયા હતા.
એલ્યુમિનિયમ ફેબ્રુઆરી વાયદો 1 કિલોદીઠ રૂ.0.05 વધી રૂ.207.50 અને જસત ફેબ્રુઆરી વાયદો રૂ.3.15 ઘટી
રૂ.270ના ભાવ થયા હતા. આ સામે તાંબુ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ રૂ.10.85 ઘટી રૂ.758.85 તેમ જ સીસું ફેબ્રુઆરી
કોન્ટ્રેક્ટ રૂ.0.75 ઘટી રૂ.180ના ભાવ થયા હતા.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 31,526 સોદાઓમાં કુલ રૂ.1,445.40 કરોડનો ધંધો થયો હતો.
ક્રૂડ તેલ માર્ચ વાયદો સત્રની શરૂઆતમાં રૂ.6,286ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.6,351 અને નીચામાં
રૂ.6,286 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.39 વધી રૂ.6,296 બોલાયો હતો, જ્યારે નેચરલ
ગેસ માર્ચ વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.6.50 વધી રૂ.206.20 બોલાઈ રહ્યો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 228 સોદાઓમાં રૂ.13.50 કરોડનાં કામકાજ થયા હતા. કોટન
ખાંડી ફેબ્રુઆરી વાયદો 1 ખાંડીદીઠ રૂ.63,460ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.63,500 અને નીચામાં
રૂ.63,400 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.200 ઘટી રૂ.63,440ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા તેલના
વાયદાઓમાં ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.15.60 વધી રૂ.1040.10 થયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,635.48 કરોડનાં
2,934.438 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં કુલ રૂ.2,766.17 કરોડનાં 424.558 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં રૂ.593.29 કરોડનાં 9,38,900 બેરલ અને નેચરલ ગેસના
વાયદાઓમાં રૂ.852 કરોડનાં 41148750 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડીના
વાયદાઓમાં રૂ.3.05 કરોડનાં 480 ખાંડી, મેન્થા તેલના વાયદાઓમાં રૂ.10.45 કરોડનાં 99.36 ટનના વેપાર થયા
હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ પર સોનાના વિવિધ વાયદાઓમાં 18,510.400 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 842.503 ટન, ક્રૂડ તેલમાં 828800 બેરલ અને નેચરલ ગેસમાં 43757500
એમએમબીટીયૂ તેમ જ કોટન ખાંડીમાં 8736 ખાંડી, મેન્થા તેલમાં 390.6 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર પ્રથમ સત્ર સુધીમાં બુલડેક્સ વાયદામાં રૂ.9.01 કરોડનાં 119
લોટ્સ ના વેપાર થયા હતા. બુલડેક્સ માર્ચ વાયદો 15,174ના સ્તરે ખૂલી, 27 પોઈન્ટ ઘટી 15,124ના સ્તરે હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ.7,401.25 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.435.25 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.112.96 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.5,874.27 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.978.17 કરોડનાં
કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 207.26 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ
રૂ.234 ખૂલી, ઊપરમાં રૂ.259 અને નીચામાં રૂ.221.70 રહી, અંતે રૂ.11.30 વધી રૂ.226.70 થયો હતો. જ્યારે
નેચરલ ગેસ માર્ચ રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.20.80 ખૂલી,
ઊપરમાં રૂ.22.20 અને નીચામાં રૂ.19.40 રહી, અંતે રૂ.3.30 વધી રૂ.21.20 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.441.50 ખૂલી, ઊપરમાં રૂ.459 અને નીચામાં રૂ.406
રહી, અંતે રૂ.32.50 વધી રૂ.429.50 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.70,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ
કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.605 ખૂલી, ઊપરમાં રૂ.607 અને નીચામાં રૂ.486 રહી, અંતે રૂ.113 ઘટી રૂ.513 થયો હતો.
ચાંદી-મિની એપ્રિલ રૂ.68,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.905 ખૂલી, ઊપરમાં
રૂ.932.50 અને નીચામાં રૂ.816 રહી, અંતે રૂ.133.50 ઘટી રૂ.839.50 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ માર્ચ રૂ.6,300ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.233 ખૂલી, ઊપરમાં રૂ.236.30 અને નીચામાં રૂ.209.40 રહી, અંતે રૂ.27.80 ઘટી રૂ.229.50 થયો
હતો. જ્યારે નેચરલ ગેસ માર્ચ રૂ.200ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.17
ખૂલી, ઊપરમાં રૂ.17 અને નીચામાં રૂ.14 રહી, અંતે રૂ.3.30 ઘટી રૂ.14.90 થયો હતો. સોનું માર્ચ રૂ.56,000ની
સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.722 ખૂલી, ઊપરમાં રૂ.766 અને નીચામાં રૂ.670.50
રહી, અંતે રૂ.33.50 ઘટી રૂ.749 થયો હતો. ચાંદી એપ્રિલ રૂ.60,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ
1 કિલોદીઠ રૂ.50 ખૂલી, ઊપરમાં રૂ.343.50 અને નીચામાં રૂ.50 રહી, અંતે રૂ.26.50 વધી રૂ.324.50 થયો હતો.
ચાંદી-મિની એપ્રિલ રૂ.65,000ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન્સ કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,166 ખૂલી, ઊપરમાં
રૂ.1,436 અને નીચામાં રૂ.1,166 રહી, અંતે રૂ.179 વધી રૂ.1,419 થયો હતો.
