રાજપીપળા
નર્મદા જીલ્લાના નાંદોદ તાલુકાના ઉમરવા ગામમાં કોઈક કારણોસર માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપનાર શખ્સ વિરુદ્ધ આમલેથા પો.સ્ટે.માં ફરીયાદ થઈ છે. હરીભાઈ રામજીભાઈ પરમાર (રહે. ઉમરવા,પરમાર ફળીયુ )નાઓએ આપેલી ફરીયાદ અનુસાર તા.૨.૧૦.૨૧ ની સાંજે ૭ વાગે તેઓ પોતાના ઘરેથી ફળીયામાં દુકાને ઈંડા લેવા માટે જતા હતા તે વખતે આ કામના રાજેશભાઈ ઝવેરભાઈ પરમાર( રહે. ઉમરવા, પરમાર ફળીયુ )એ હરીભાઈને ગમેતેમ ગાળો બોલી ઝગડો કરી ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આમલેથા પોલીસે રાજેશ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
