બોક્સ
લીઝધારકો દ્વારા ઊંડા ખાડા ખોદી ને રેતી કાઢવાથી પાણીના સ્તર નીચા ગયા છે અને અકસ્માતની દહેશત જોવા મળી રહી છે લીઝ હોલ્ડરો દ્વારા જેસીબી ઊંડાખાડા ખોદી ગેરકાયદેસર રેતી કાઢવામાં આવી રહી છે.
બોડેલી ઓરસંગ નદીનો બ્રિજ ઉતરતા મોડાસર બાજુ સમસાન નજીક ઓરસંગ નદી માં સરકારની ધારા ધોરણ કરતાં વિરુદ્ધ ઊંડા ઊંડા ખાડા પાડીને થઈ રહ્યું છે બેફામ રેતી ખનન આ ખાડામાં કોઈક પડશે તો જવાબદારી કોની કોઈક દુર્ઘટના બનશે તો જવાબદારી કોની આ એક મોટો સવાલ જોવા મળી રહ્યો છે
ઉનાળા ની શરૂઆત થઈ ગઈ છે
અને આ વિસ્તારમાં પાણી ના સ્તરો પણ નીચા ગયા છે ત્યારે નિયમ વિરુદ્ધ ઊંડે સુધી રેતી લેવાને કારણે કુવાનું પાણી સ્તર ઘણું નીચું ગયું છે. જો આમ જ રેતીનું ખોદકામ ચાલુ રહ્યું તો બધા જ કૂવામાં આવતું પાણી સદંતર ખલાશ થઈ જશે અને આવનારા સમયમાં પાણી માટે આ વિસ્તારમાં વિકટ સમસ્યા સર્જાશે તેમ લોકો જણાઈ રહ્યા છે
બાબત અત્યંત ગંભીર હોય છોટાઉદેપુર ખનીજ વિભાગ દ્વારા તાત્કાલ પગલાં ભરી રેતી ખનન બંધ નહીં કરવામાં આવે તો ભવિષ્યમાં લોકોને સિંચાઈ તો ઠીક પરંતુ પીવાના પાણીના ફાંફા પડી જશે તંત્ર દ્વારા કોઇ નક્કર પગલાં ન લેવામાં આવતાં લીઝ હોલ્ડરો દ્વારા મન ફાવે તેમ દસ પંદર વિસ ફૂટના ખાડા ખોદી કાઢે છે. તો આ અંગે યોગ્ય પગલા ભરવામા આવે તેમ લોક માંગ ઉઠી છે
ઈમરાન મન્સૂરી બોડેલી છોટા ઉદેપુર


