આજ રોજ છોટા ઉદેપુર જિલ્લાનાં તણખલામાં આવેલ ડોન રુઆ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ખાતે સ્પોર્ટસ ડે નું આયોજન કરવામાં આવ્યું હતું.
સ્પોર્ટ્સ ડે નિમિતે બાળકો માટે રિલે દોડ, 50 મીટર અને સો મીટર દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. અને બાળકોમાં મનોરંજન અને રમત ગમ્મત પ્રત્યે જુસ્સો વધારવા લીંમ્બુ ચમચી, કોથળા દોડ, દેડકા દોડનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
બાળકો દ્વારા હાઉસિંગ ગ્રુપ વાઇઝ માસપાર્સ અને મશાલ પણ પ્રજ્વલિત કરવામાં આવી હતી. સાથે સાથે સ્કૂલના પ્રિન્સિપાલ અને ડિરેક્ટર બ્રધર રમેશ દુરાઈરાજ, અને સ્કૂલના સ્ટાફ દ્વારા સ્કૂલના બાળકોની સાથે સાથે સ્પોર્ટ્સ ડેમાં ઉપસ્થિત પ્રેકક્ષક બાળકો માટે ક્રોસ કન્ટ્રી અને સંગીત ખુરશીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
આયોજિત સ્પોર્ટ્સ ડેમાં મુખ્ય મહેમાન તરીકે નસવાડી તાલુકાનાં BJP પ્રમુખ રાજુ ભાઈ રાઠવા, નસવાડી તાલુકાનાં BRC અમીરભાઈ દેવન, અને ટ્રસ્ટી મેમ્બર દેવજી ભાઈ રાઠવા ઉપસ્થિત રહીને બાળકોને રમત ગમત પ્રત્યે પ્રોસાહિત કર્યા હતાં.
રિપોર્ટર રેહાન પટેલ છોટાઉદેપુર


