Maharashtra

અભિનેતાએ પહેલા આ કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી તો થયા ટ્રોલ , હવે આ કહ્યું , જાણો..

મુંબઈ
હાલના દિવસોમાં રણબીર કપૂર તેની આગામી ફિલ્મ ‘તુ જૂઠી મેં મક્કર’ના પ્રમોશનમાં વ્યસ્ત છે. આ ફિલ્મમાં તેની સામે શ્રદ્ધા કપૂર છે. સ્ટેન્ડઅપ કોમેડિયન બસ્સી પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકામાં છે. ફિલ્મના પ્રમોશન દરમિયાન તેણે પોતાના અગાઉના એક વિવાદાસ્પદ નિવેદન પર સ્પષ્ટતા આપી છે. આ વિવાદાસ્પદ નિવેદન પાકિસ્તાન સાથે સંબંધિત છે. રણબીરે કથિત રીતે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, તેને પાકિસ્તાની ફિલ્મોમાં કામ કરવું ગમશે. પરંતુ હવે તેણે પોતાની સ્પષ્ટતામાં કહ્યું કે, તેમના નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. તે નથી ઈચ્છતો કે, તે કોઈપણ પ્રકારના વિવાદોમાં ફસાઈ જાય. વાસ્તવમાં, રણબીર કપૂર ગયા વર્ષે ડિસેમ્બરમાં રેડ સી ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો. તે એક પેનલનો પણ ભાગ હતો. ત્યાં હાજર એક પાકિસ્તાની ફિલ્મ મેકરે તેને પૂછ્યું હતું કે, શું તે પાકિસ્તાની પ્રોડક્શનમાં કામ કરશે જેનું શૂટિંગ બહાર કરવામાં આવશે. રણબીરે કહ્યું, “અલબત્ત, સર. મને લાગે છે કે કલાકારો માટે કોઈ મર્યાદા હોતી નથી, ખાસ કરીને કલા માટે મને કામ કરવુ ગમશે. ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલ મુજબ, રણબીર કપૂરે કહ્યું, કે, “મને લાગે છે કે, મારા નિવેદનનું ખોટું અર્થઘટન કરવામાં આવ્યું છે. હું એક ફિલ્મ ફેસ્ટિવલમાં ગયો હતો અને ઘણા પાકિસ્તાની ફિલ્મ નિર્માતાઓ મને આ પ્રશ્ન પૂછતા હતા, ‘જાે તમારી પાસે સારો વિષય હોય, તો તમે તે કરશો?’ મેં તેમને જવાબ આપ્યો. તેથી, હું નથી ઈચ્છતો કે તે વાતનેે લઈને કોઈપણ વિવાદ બને. રણબીર કપૂરે વધુમાં કહ્યું કે, “મારા માટે ફિલ્મ એ ફિલ્મ છે, કલા એ કલા છે. મેં ફવાદ ખાન સાથે ‘એ દિલ હૈ મુશ્કિલ’માં કામ કર્યું છે. હું પાકિસ્તાનના ઘણા કલાકારોને ઓળખું છું. રાહત ફતેહ અલી ખાન અને આતિફ અસલમ એવા ગાયકો છે જેમણે હિન્દી સિનેમામાં યોગદાન આપ્યું છે. તેથી, સિનેમા સિનેમા છે. મને નથી લાગતું કે સિનેમાનેે કોઈ સીમાડાઓ નડતા હોય. રણબીર કપૂરે વધુમાં કહ્યું, “પરંતુ, તમારે કલાનું સન્માન કરવું જાેઈએ. વળી, કલા તમારા દેશ કરતાં મોટી નથી. તેથી, જે પણ તમારા દેશ સાથે સારા સંબંધો નથી, તમારી પ્રથમ પ્રાથમિકતા હંમેશા તમારો દેશ રહેશે.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *