ભેસાણ તાલુકાના ખંભાળિયા ગામે રામજી મંદિર તથા વિઠ્ઠલ નગર વિસ્તારમાં રૂ.૧.૫૦ લાખના ખર્ચે સ્ટ્રીટ લાઈટ મૂકવામાં આવશે. જિલ્લાના વર્ષ ૨૦૨૩-૨૪ના આયોજન હેઠળ ૧૫ ટકા વિવેકાધીન સામાન્ય જોગવાઈ હેઠળ આ વીજળીકરણના કામને આવરી લેવામાં આવ્યું છે. તાજેતરમાં જિલ્લા આયોજન મંડળની મળેલી બેઠકમાં આ કામને બહાલી આપવામાં આવી હતી.
