Gujarat

જામનગર જિલ્લા માટે કેરોસીનનાં નવા ભાવો નિયત કરાયા

સરકારશ્રીના અન્ન નાગરિક પુરવઠા અને ગ્રા.બા. વિભાગના તા.૦૭/૨/૨૦૨3નાં પત્રથી સુચિત થયા
મુજબ કેરોસીનના કચ્છ જિલ્લાના કંડલા સપ્લાય પોઇન્ટના નવા ભાવો નિયત કરવામાં આવેલ છે. જે મુજબ જામનગર
જિલ્લામાં કેરોસીનના નવા ભાવો બાંધવામાં આવેલ છે.
જામનગર જિલ્લાના તમામ તાલુકાઓમાં એજન્ટ/જથ્થાબંધ વિક્રેતાએ કેરોસીન વેચાણ કરવાનો એક કિલો લીટરનો ભાવ રૂ.પૈસા
અને છુટક વિક્રેતા/વાજબી ભાવના દુકાનદાર/ફેરિયાએ વેચાણ કરવાનો છુટક એક લીટરનો ભાવ રૂ.પૈસા જામનગર તાલુકામાં
અનુક્રમે ૭૬૦૦૬.૫૦ અને ૭૭.૦૫, લાલપુર તાલુકામાં અનુક્રમે ૭૬૩૩૯.૯૮ અને ૭૭.૪૦, ધ્રોલ તાલુકામાં અનુક્રમે
૭૫૬૭૩.૦૨ અને ૭૬.૭૦, જોડિયા તાલુકામાં અનુક્રમે ૭૫૫૪૭.૯૬ અને ૭૬.૬૦, કાલાવડ તાલુકામાં અનુક્રમે
૭૬૦૮૯.૮૭ અને ૭૭.૧૫ તેમજ જામજોધપુર તાલુકામાં અનુક્રમે ૭૬૬૭૩.૪૬ અને ૭૭.૭૦ આ ભાવ નિયત કરવામાં
આવેલ છે, જેની જાહેર જનતા તથા સંબંધિતશ્રીઓએ નોંધ લેવી.
ઉપરોક્ત નિયત થયેલ ભાવથી વધુ ભાવે વેંચાણ કરનાર એજન્ટ, જથ્થાબંધ કે છૂટક વિક્રેતા અને વ્યાજબી ભાવના દુકાનદાર
સામે 'ઘી કેરોસીન બાબત હુકમ-૧૯૯૩ની કલમ ૪(૧) સી, ગુજરાત આવશ્યક ચીજવસ્તુ આદેશ-૧૯૮૧ની કલમ-૨૨ અને
આવશ્યક ચીજવસ્તુ અધિનિયમ-૧૯૫૫ની કલમ-૩ ના ભંગ બદલ શિક્ષાત્મક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે, તેમ જામનગર
જિલ્લા કલેકટરશ્રી ડો. સૌરભ પારઘીની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *