એંકર : બાબરા શાહ પેટ્રોલ પંપ રાજકોટ-ભાવનગર હાઇવે રોડ ઉપર આંગડીયા પેઢીના કર્મચારીને ગંભીર માર મારી તેની પાસે રહેલ રોકડા રૂપીયા ભરેલ થેલાની લુંટ કરનારા બે ગેંગને ગણતરીની કલાકોમાં મુદ્દામાલ સાથે પકડી પાડતી બાબરા પોલીસ ટીમ
ભાવનગર રેન્જ આઇ.જી.પી.શ્રી ગૌતમ પરમાર સાહેબ તેમજ અમરેલી જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી હિમકરસિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનતા મારામારીના લૂટ ધાડ જેવા ગંભીર ગુન્હાઓના આરોપીઓને સત્વરે પકડી પાડવા સુચના આપેલ હોય,જે અન્વયે આવા પ્રકારના ગુન્હાઓ આચરી અને પોતાની ઘરપકડ ટાળવા માટે નાસતા ફરતા આરોપીને પકડવા સારૂ શ્રી જે.પી.ભંડારી નાયબ પોલીસ અધિક્ષક, અમરેલી વિભાગ, અમરેલી નાઓએ સઘળા પ્રયત્નો કરવા સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય
તા.૦૧/૦૩/૨૦૨૩ ના રાત્રીના આશરે પોણા નવેક વાગ્યાના અરસામા કામના ફરીયાદી બાબરા મુકામે મહેન્દ્રભાઇ અરવીંદભાઇ પટેલ નામની આંગડીયા પેઢીમાં નોકરી કરતા હોય અને દિવસ દરમ્યાન આવેલ રોકડ રૂપિયા.૧,૦૨,૧૦૦ પોતાના કાળા કલરના થેલામા રાખી આંગડીયા પેઢીની ઓફીસથી બાબરા મુકામે ભાવનગર-રાજકોટ હાઇવે ઉપર આવેલ શાહ પેટ્રોલ પંપ પાસે સાહેદ જગદીશસિંહ ભરતસિંહ નાઓ પાસે જમા કરાવવા ઉભેલ હોય
તે દરમ્યાન એક અજાણ્યો વ્યકિત આશરે ૨૦ થી ૨૫ વર્ષનો પાતળા બાંધાનો પોતાના હાથમા લાકડાનો ધોકો લઇ આવી ફરીયાદીને પાછળથી માથાના ભાગે ધોકાના બે ઘા મારી ફરીયાદીના ખંભામા રહેલ થેલો જેમાં આંગડીયા પેઢીના રૂપીયા તથા પોતાનું વોલેટ જેમા રોકડા રૂ.૫૦૦ તથા પોતાના ડોકયુમેન્ટ મળી કુલ રૂપીયા.૧,૦૨,૬૦૦ ભરેલ થેલો ઝુટવી લુંટ કરી અન્ય બે અજાણ્યા ઇસમો મોટર સાયકલ લઇ થોડે દુર ઉભા હોય તેમા બેસી દરેડ રોડ તરફ નાસી ગયેલ હોય જે મુજબનો ગુન્હો બાબરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો
જેથી પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવી દરેડ ગામ ખાખરીયા ગામ તથા કરીયાણા ગામની સીમ વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન કરીયાણા ગામની જરૂખો તરીકે ઓળખાતી સીમમાં નદીના કાંઠે એક હોન્ડા કંપનીનું પેશન પ્લસ મોટર સાયકલ શંકાસ્પદ હાલતમાં મળી આવેલ જે મોટર સાયકલની નંબર પ્લેટ ઉપર ચુના જેવા પદાર્થ લગાડેલ જોવામાં આવેલ હતી
આ ગુન્હામા લુંટ કરવા ગયેલ બે ઇસમો તથા રેકી કરનારા તથા કાવત્રુ રચનારા ત્રણ ઇસમો સહીત ગુન્હાના પાંચેય આરોપીઓને લુટમા ગયેલ રોકડા રૂપીયા.૧,૦૨,૬૦૦ તથા ફરી.ના ડોક્યુમેન્ટ તથા ગુન્હામાં ઉપયોગમાં લીધેલ ત્રણ મોટર સાયકલ જેની કિમત રૂપિયા.૮૦,૦૦૦ તથા અલગ અલગ કંપનીના પાંચ એન્ડ્રોઇડ મોબાઇલ ફોન જેની કુલ કિમત રૂપિયા.૪૨,૦૦૦ મળી કુલ કિમત રૂપિયા.૨,૨૪,૬૦૦ ના મુદામાલ સાથે ગણતરીની કલાકોમાં પકડી પાડી બાબરા પોલીસ ટીમ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.
*રીપોર્ટર ભાવેશ વાઘેલા અમરેલી*

