મહુધા કેળવણી મંડળ સંચાલિત એમ.ડી.શાહ કોમર્સ એન્ડ બી.ડી.પટેલ આર્ટસ કૉલેજ મહુધામાં તાજેતરમાં ઈનોવેશન ક્લબ- કે.સી.જી અંતર્ગત પ્રબોધ લેવલની તાલીમ શિબિરનું આયોજન કરાયું હતું. ટેકનોલોજી અને ઈનોવેટીવ વિચારવાની આજના સમયની માગ છે. ત્યારે કોલેજના વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ,એગ્રીકલ્ચર,મિકેનીકલ અને ટેલીસ્કોપના ઇનોવેશન અંગે વિસ્તૃત જાણકારી અને માહિતી આદાન-પ્રદાન કરાઈ હતી.
આ પ્રસંગે કોલેજના આચાર્ય ડૉ. કે.એસ.દવે ઈનોવેટીવ ક્લબના કો-ઓર્ડિનેટર પ્રા. બી.જી.પટેલ, કો-કો-ઓર્ડિનેટર ડૉ. કે.આર.પટેલ તથા કોલેજ પરિવારના સહયોગથી ચાર દિવસીય તા. ૨૮-૦૨-૨૩ થી ૦૨-૦૩-૨૩ પ્રબોધ લેવલની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં તાલીમ આપવા માટે ગાંધીનગરથી હેત પટેલની નિમણુક થયેલી હતી જેમણે ઈનોવેશન ક્લબની વિવિધ કીટનું પ્રદર્શન રજૂ કરી તથા પ્રેક્ટીકલ દ્વારા માહિતી આપી હતી. જેમકે ઈલેક્ટ્રોનિક્સ બેઝીક અને એડવાન્સ કીટ,એગ્રીકલ્ચર કીટ,મિકેનીકલ કીટ,ડોન, ટેલીસ્કોપ વગેરે વિશે વિદ્યાર્થીઓને પોતાના નવા વિચારો વિકસિત થાય એ હેતુથી તાલીમ આપવામાં આવી હતી. કોલેજના 35 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો. આ તાલીમ પછી વિદ્યાર્થીઓએ પોતાના વિચારોથી ક્રીએટીવ પ્રવૃત્તિઓ કરી હતી તથા પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યો હતા..
આ કાર્યક્રમના અંતે કોલેજના આચાર્ય ડૉ. કે.એસ.દવે દ્વારા વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું. આભારવિધિ ઈનોવેટીવ ક્લબના કો-કો-ઓર્ડિનેટર ડૉ. કે.આર.પટેલે કરી હતી. સમગ્ર તાલીમનું સંચાલન ઈનોવેટીવ કલબના કો-ઓર્ડિનેટર પ્રા. બી.જી.પટેલે કર્યુ હતું.


