Gujarat

ઊનામાં બાકી મિલ્કત વેરો ન ભરનાર આસામીઓના મિલ્કત સિલ તેમજ રહેણાંક વિસ્તારોમાં નળ કનેક્શન કાપ્યા..૧૩ મિલ્કત

ધારકોના માલિકોએ વેરો વસુલાત કરતા અધિકારીને સ્થળ પરજ રકમ ચુકવણી કરી આપી..
ઉના શહેરમાં મિલ્કત વેરો ભરપાઈ ન કરનાર આસામીઓના મિલ્કત સિલ તેમજ રહેણાંક વિસ્તારોમાં નળ કનેક્શન કપાત કરવાની
કામગીરી ઊના નગર પાલીકાના વેરો વિભાગ દ્રારા હાથ ધરવામાં આવી હતી. જેમાં ન.પાલીકા ચીફ ઓફિસર જયદેવભાઈ જે.
ચૌહાણ, ટેક્ષ ઈન્સ્પેકટર ડાયાભાઈ ટી.રાઠોડ તેમજ તેમની ટીમ દ્રારા શહેરના આનંદ બજારમાં લાંબા સમયથી મોટી બાકી રકમ
ભરપાઈ ન થયેલ હોય તેવા આસામીઓની ૫ દુકાનોમાં સીલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવેલ હતી. તેમજ પારસ
સોસાયટીમાં રહેણાંક ધરાવતા લાલજીભાઈ ભીખાભાઈ બાંભણીયાના રૂ.૫૨,૮૩૦ નો વેરો બાકી હોય તેમના રહેણાંક સ્થળ પર જ
નળ કનેક્શન કપાત કરવામાં આવેલ છે. જ્યારે ૧૩ મિલ્કત ધારકોના માલિકોએ વેરો વસુલાત કરતા અધિકારીને સ્થળ પરજ રકમ
ચુકવણી કરી દેવામાં આવી હતી. અને બાકી મિલ્કત વેરો ન ભરનાર આસામીઓના માર્ચ ૨૩ સુધીમાં બાકી વેરાઓ સમયસર
ભરપાઈ કરવામાં નહીં આવે તેવા આસામીઓ સામે નિયમોનુસર કાર્યવાહી કરી મિલ્કત સીલ અથવા ટાંચમાં લેવા સુધીના પગલાં
ભરવામાં આવશે. તેવું નગર પાલીકા ચિફઓફીસર દ્રારા તમામ નગરજનોએ નોંધ લેવાની જાણ કરવામાં આવેલ.

-મિલ્કત-વેરો-ન-ભરનાર-આસામીઓના-મિલ્કત-સિલ-તેમજ-રહેણાંક-વિસ્તારોમાં-નળ-કનેક્શન-કપાત.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *