Maharashtra

સૈફ અલી ખાનના ઘરમાં ૨૦ પાપારાઝી ઘુસતા સૈફે કહી દીધી આ સ્પષ્ટ વાત

મુંબઈ
છોટે નવાબના નામથી પ્રખ્યાત બોલિવૂડ એક્ટર સૈફ અલી ખાન હાલ પોતાની એક કોમેન્ટને લઈને ચર્ચામાં છે. હાલમાં જ તેનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો જેમાં તે પાપારાઝીને કહેતો જાેવા મળ્યો હતો કે, બેડરૂમમાં આવો. તે જ સમયે, કેટલાક અહેવાલોમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે, ૨ માર્ચની રાત્રે ૨ વાગ્યે, ૨૦ પાપારાઝી તેમની પ્રાઈવેટ પોપર્ટીમાં ઘુસી ગયા હતા. આ પછી, એવો પણ દાવો કરવામાં આવી રહ્યો હતો કે, સૈફ અલી ખાનની પ્રાઈવેટ પ્રોપર્ટીમાં ઘુસ્યા બાદ તેમની પ્રાઈવેસીને ખલેલ પહોંચાડવા બદલ તમામ પાપારાઝી વિરુદ્ધ લીગલ એક્શન લેશે. આ સાથે એવું કહેવામાં આવી રહ્યું હતું કે, તે પોતાના ગાર્ડ્‌સને પણ આ બાબતે નોકરી પરથી નીકાળી દેશે. હવે સૈફ અલી ખાને આ તમામ બાબતો પર મૌન તોડ્યું છે. આ સાથે તેણે આ વાત સાચી કહી કે, ૨૦ લોકો તેમની પ્રાઈવેટ પ્રોપર્ટીમાં ઘુસ્યા હતા. શું સૈફ કાનૂની કાર્યવાહી કરી રહ્યો છે?.. નહિ થાય વિશ્વાસ તો જાણો કે આ બાબતો પર પોતાની સ્પષ્ટતા આપતા સૈફ અલી ખાને કહ્યું, “સિક્યોરિટી ગાર્ડ્‌સને બરતરફ કરવામાં આવી રહ્યા નથી. આ તેમની ભૂલ નથી. અને પાપારાઝી વિરુદ્વ પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી નથી. તેમણે કહ્યું કે, આવું કરવું બિલકુલ ખોટું છે. દરેક વ્યક્તિએ મર્યાદામાં રહેવાની જરૂર છે. બીજી બાજુ, તેના બેડરૂમ વિશેની ટિપ્પણીઓને લઈને સૈફ અલી ખાને કહ્યું, “અમે હંમેશા પાપારાઝીને સપોર્ટ કરીએ છીએ. અમે સમજીએ છીએ પણ ઘરની બહાર, ગેટની બહાર, જાેવા મળતા હોય છે. પરંતુ તેઓ લાઈન ક્રોસ કરીને આવતા હતા, જેથી મેં બેડરૂમ પર ટિપ્પણી કરી હતી. તેણે આગળ કહ્યું, “પાપારાઝીઓ બાળકો જ્યારે એક્સ્ટ્રા ક્લાસ અથવા કોઈપણ ક્લાસ કરે છે, ત્યારે તેને શૂટ કરતા હોય છે. પાપારાઝી શાળાની અંદર આવી શકતા નથી.

Page-18.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *