મુસ્લીમ ધર્મનો હર્ષો-ઉલ્લાસ અને નિખાલસતા ભર્યો પવિત્ર તહેવાર રમઝાન ઈદ તા. ૨૨ એપ્રિલ, ૨૦૨૩ના રોજ આવે છે. તે દિવસે ચોથો શનિવાર હોવાથી રાજ્ય સરકારની જાહેર રજાઓના સૂચિમાં ઈદની રજાનો સમાવેશ કરવામાં આવ્યો નથી. ચોથો શનિવાર હોવાના કારણે રાજ્ય સરકારની કચેરીઓમાં રજા રાખેલ છે. પરંતુ શાળા- કોલેજોમાં ભણતા હજારો-લાખો મુસ્લિમ વિદ્યાર્થીઓ ખુશી અને નિખાલસતાના પ્રતિક એવા પવિત્ર રમઝાન ઈદની ઉજવણી કરવાથી વંચિત રહેશે. તદુપરાંત એપ્રિલ માસમાં ઘણી શાળા – કોલેજોમાં પરિક્ષાનું આયોજન કરેલ હોય છે. તેથી માંગરોળ સોશિયલ ડેમોક્રેટિક પાર્ટી ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સરકારથી એવી માંગ કરવામાં આવી છે કે શાળા-કોલેજોમાં અભ્યાસ કરતાં હજારો-લાખો મુસ્લિમ વિદ્યાર્થીઓ અને સરકારી સંસ્થાઓ માં ફરજ બજાવતા મુસ્લિમ કર્મચારીઓના હિતાર્થે રમઝાન ઇદ નિમિત્તે રજા જાહેર કરવામાં આવે તેવી માંગ સાથે માંગરોળ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપી માંગણી કરવામાં આવી છે,,
રીપોર્ટર, વિનુભાઈ મેસવાણિયા માંગરોળ


