અમદાવાદ
અમદાવાદમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચોથી ટેસ્ટ મેચ રમવાની છે. આ મેચમાં ભારતે કમાલ કરવી પડશે, જાે મેચ ડ્રો જાય કે હાર મળે તો ભારતની મુશ્કેલી ભવિષ્યમાં વધી શકે છે. આ માટે નાથન લાયનને ઠંડો પાડવો પણ ભારત માટે બહુ જ જરુરી છે. ૨-૧થી ભારત ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં આગળ છે હવે અંતિમ મેચમાં કોનું પલડું ભારે રહેશે તે અંગેના વિવિધ સમિકરણો પર ચર્ચાઓ ક્રિકેટ રસિયાઓ કરી રહ્યા છે. પહેલી બે ટેસ્ટમાં જીત મેળવ્યા બાદ નાગપુરમાં રમાયેલી મેચમાં ભારતે હારનો સામનો કરવો પડ્યો હતો. ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટથી જીતી લીધી હતી. હવે આ સિરીઝની અંતિમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાવાની છે. આ મેચમાં ભારતીય બોલરો અને બેટ્સમેન હાવી થઈ શકશે કે નહીં? ટીમ ઈન્ડિયા માટે અમદાવાદની ટેસ્ટ લગભગ કરો યા મરો બની રહેશે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફિની ત્રીજી મેચ ઓસ્ટ્રેલિયાએ ૯ વિકેટથી જીતી લીધી હતી. એવામાં વર્લ્ડ ચેમ્પ્યિનશિપની ફાઈનલમાં ડિરેક્ટર ક્વોલિફાય થવા માટે ભારતે ચોથી ટેસ્ટ કોઈ પણ હાલમાં જીતવી પડશે. ચોથી અને અંતિમ ટેસ્ટ અમદાવાદમાં ૯ માર્ચે રમાવાની છે. ભારતીય ટીમ સિરીઝમાં હાલ ૨-૧થી આગળ ચાલી રહી છે. અમદાવાદમાં ભારતની જીત હાંસલ કરવા માટે દિગ્ગજ ઓફ સ્પિનર નાથન લાયથી સાવધાન રહેવું પડશે. ઈન્દોરમાં થયેલી ત્રીજી ટેસ્ટમાં ૧૧ વિકેટ લીધી હતી. ઈન્દોરના સ્પિન ટ્રેકની વાત કરો, તો નાથન લાયન પહેલી ઈનિંગ્સમાં ૩ જ્યારે બીજી ઈનિંગ્સમાં ૮ વિકેટ લીધી હતી. તે ભારતમાં ટેસ્ટમાં ૨ વખત ૮ અને એકવાર ૭ વિકેટ લઈ ચૂક્યો છે. ટેસ્ટમાં ભારત સામે સૌથી વધુ વિકેટ લેનાર બોલરની વાત કરીએ તો નાથલ લાયન ટોપ પર છે. ૩૫ વર્ષના નાથન લાયને ભારત સામે ૨૫ ટેસ્ટમાં ૩૨ની એવરેજથી ૧૧૩ વિકેટ લીધી છે. જેમાં ૫૦ રન આપીને ૮ વિકેટનું બેસ્ટ પરફોર્મન્સ છે. ૯ વખત તેણે ૫ વિકેટ અને ૨ વખત ૧૦ વિકેટ લીધી છે. હાલની સિરીઝમાં તેણે ૧૯ વિકેટ લઈ લીધી છે. ડાબોડી સ્પિનર રવિન્દ્ર જાડેજાએ ૨૧ તો ઓફ સ્પિનર આર અશ્વિને ૧૮ વિકેટ લીધી છે. ટેસ્ટમાં સ્પિન બોલરના પ્રદર્શનનને જાેઈએ તો નાથલ લાયને ભારતના આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા બન્નેથી આગળ છે. લાયને ૧૧૮ ટેસ્ટમાં ૩૧ની એવરેજથી ૪૭૯ વિકેટ લીધી છે. તે ૫૦૦ વિકેટથી માત્ર ૨૧ પગલા દૂર છે. ૨૩ વખત ૫ અને ૪ વખત ૧૦ વિકેટ લીધી છે. આર અશ્વિના ટેસ્ટ રેકોર્ડને જાેઈએ તો તેણે ૯૧ ટેસ્ટમાં ૪૬૯ વિકેટ લીધી છે. ૩૧ વારમાં ૫ વિકેટ પોતાના નામે કરી છે. જ્યારે રવિન્દ્ર જાડેજાએ ૬૩ ટેસ્ટમાં ૨૬૩ વિકેટ લીધી છે. ૪૨ રન આપીને ૭ વિકેટ બેસ્ટ પ્રદર્શન છે. ૧૨ વખત ૫ વિકેટ લીધી છે. ભારતમાં વિદેશી સ્પિનર તરીકે સૌથી વધુ વિકેટ લેવાના મામલે નાથન બીજા નંબર પર છે. તે અમદાવાદમાં નંબર-૧ પર પહોંચી શકે છે. લાયને ૧૦ ટેસ્ટમાં ૫૩ વિકેટ લીધી છે જ્યારે શ્રીલંકાના પૂર્વ દિગ્ગજ સ્પિનર મુથૈયા મુરલીધરન અને પૂર્વ દિગ્ગજ શેન વોર્ન કરતા આગળ નીકળી શકે છે. વિદેશી સ્પિનરે ભારતમાં સૌથી વધુ વિકેટ લીધી હોય તે રેકોર્ડ ઈંગ્લેન્ડના ડાબોડી સ્પિનર ડેરેક અંડરવૂડના નામે છે. તેમણે ૧૬ ટેસ્ટમાં ૫૪ વિકેટ લીધી છે. ૮૪ રન આપીને ૫ વિકેટ બેસ્ટ પ્રદર્શન છે. એટલે કે લાયન રેકોર્ડથી માત્ર બે વિકેટ દૂર છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયાએ ફાઈનલ માટે ક્વોલિફાય કરી લીધું છે. ટીમ ઈન્ડિયાની વાત કરીએ તો અહીં જગ્યા બનાવવા માટે અમદાવાદ ટેસ્ટ જીતવી પડશે. ભારતીય ટીમ આ મેચ હારે છે કે ડ્રો રહે છે તો શ્રીલંકાની ટીમ મુશ્કેલી ઉભી કરી શકે છે.


