અમરેલી માં રાહત દરે ફુલછોડ અને દેશી ઓહડિયા ના વિતરણ ને લોકોએ વધાવ્યો મોટા પ્રમાણ કરી ખરીદી
અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા કરાયું હતુ આયોજન
સંસદ, સ્થાનિક ધારાસભ્યો, જિલ્લા પંચાયત પ્રમુખ, જિલ્લા પોલીસ વડા, અનેક પત્રકારો સહીત ના એ ફુલછોડ ખરીદયા
વડિયા
સમગ્ર દેશમાં પર્યાવરણ જાગૃતિ બાબતે હાલ ખુબ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. ત્યારે તારીખ 5માર્ચ ના રોજ અમરેલી શાંતાબા ગજેરા ઓડેટોરિયમ સ્થિત અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ ના અધિવેશન નુ આયોજન કરવામાં આવ્યુ હતુ. આ કાર્યક્રમ સાથે પર્યાવરણ જાગૃતિ લાવવા માટે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ અને નવરંગ નેચર ક્લબ રાજકોટ દ્વારા મદદ કાર્યાલય અને સીવીલ હોસ્પિટલ પાસે રાહત દરે ફુલછોડ, ડેકોરેટીવ છોડ, હાથે ખાંડેલા દેશી ઓહડિયા નુ વિતરણ નો કેમ્પ પણ ગોઠવવા માં આવ્યો હતો. આ કેમ્પ માં અમરેલી ની જાગૃત જનતા દ્વારા પર્યાવરણ જાગૃતિ સાથે બે હજારથી વધુ માં ફૂલછોડ અને ડેકોરેટીવ છોડ, દેશી ઓહડિયા, અડશિયા નુ ખાતર, મધ, શાકભાજી નુ બિયારણ,ચકલી ઘર, પ્લાસ્ટિકના ચબુતરા સહીત ની વસ્તુઓ ખરીદી હતી. જેમા અમરેલી જિલ્લા સંસદસભ્ય નારણ કાછડીયા,વિધાનસભા ના નાયબ મુખ્ય દંડક કૌશિક વેકરીયા, ધારાસભ્ય મહેશ કસવાલા, જેવી કાકડિયા, જનક તળાવિયા, જિલ્લા પંચાયત પ્રમુખ રેખાબેન મોવલિયા, જિલ્લા પોલીસ વડા હિમકર સીંહ, પત્રકાર એકતા પરિષદ ના સુરેશ દેસાઈ, નવરંગ નેચર ક્લબ ના વીડી બાલા સાથે મોટી સંખ્યામાં પત્રકારો અને અમરેલીના શહેરી જનો એ ખરીદી કરી હતી. ત્યારે અમરેલી જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા પત્રકારો ની એકતા સાથે પર્યાવરણ બચાવો નો સંદેશો પણ આપ્યો હતો.
અહેવાલ રાજુ કારીયા વડીયા




