છોટાઉદેપુર નગરપાલિકા ના સાત વોર્ડ માં ૨૮ સભ્યો ચૂંટાઇ આવ્યા હતા, જેમાં ભાજપના ૪ સભ્યો, કોંગ્રેસના ૮ સભ્યો, બસપાના ૯ સભ્યો, અપક્ષ ૫ સભ્યો, બિટીપી ના ૨ સભ્યો મળી ૨૮ સભ્યોનું સંખ્યા બળ છે, પ્રથમ અઢી વર્ષ બસપા અને અપક્ષ તેમજ બિટીપી ના સમર્થન થી બસપાના પ્રમુખ અને ઉપપ્રમુખ સત્તાસ્થાને આવ્યા હતા, જ્યારે બીજી અઢી વર્ષની ટર્મ મા બસપાના પ્રમુખ અને ઉપપ્રમુખ કોંગ્રેસના સમર્થનથી સત્તાસ્થાને આવ્યા હતા, ત્યારબાદ સત્તાપક્ષ ના જોડાણ માં ખટરાગ ઉભો થતા ઉપપ્રમુખ સામે અવિશ્વાસ દરખાસ્ત કરાઇ હતી, જેમાં કોંગ્રેસ, ભાજપ , બિટીપી, અને અપક્ષ સભ્યોના સમર્થન થી આજ રોજ પાલીકા માં યોજાયેલી સભામાં અવિશ્વાસ દરખાસ્ત પાસ થઇ હતી,


