રાજ્યમાં તલાટી મંત્રીઓના સંગઠન દ્વારા પોતાના પડતર પ્રશ્નો બાબતે માસ સી.એલ. પર જતા ખેડૂતોને ટેકાના ભાવે મગફળી રજીસ્ટ્રેશન પ્રક્રિયામાં પાણી પત્રકના કારણે ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. ત્યારે આ બાબતે પૂર્વ મંત્રી બાવકુભાઈઉંધાડ દ્વારા સરકારમાં લેખિત રજૂઆત કરાઈ હતી. જે અંગેસરકારની સૂચનાથી તાલુકા કક્ષાએ અન્ય હુકમ ન થાય ત્યાં સુધી ગ્રામ પંચાયતના રેવન્યુ તલાટી અને ગ્રામસેવક દ્વારા પાણી પત્રકની કામગીરી કરવાની સૂચના આપતા ખેડૂતોને પડી રહેલી મુશ્કેલી અંગે બાવકુભાઈએ કરેલ રજૂઆતને સફળતા મળી હતી.


