ગુજરાતના નવ નિયુક્ત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલે મુખ્યમંત્રી પદ પર આરૂઢ થયા બાદ નવા મંત્રીમંડળની રચના કરવામાં આવેલ જેમાં નવ નિયુક્ત મંત્રીઓ તેમજ કેબિનેટ મંત્રીઓ ની રચના થાય બાદ મુખ્યમંત્રીશ્રી તેમજ પ્રદેશ પ્રમુખ શ્રી ના આદેશ અનુસાર ગુજરાતની જનતા જનાર્દનને રૂબરૂ મળી આશીર્વાદ લેવાનાં આદેશ ને લઇ જન આશીર્વાદ યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો,જેના બીજા તબક્કા માં આજરોજ જન આશીર્વાદ યાત્રા લઈને ગુજરાત સરકાર નાં નવનિયુક્ત કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ જૂનાગઢ આવી પહોંચ્યા હતાં,પ્રથમ ભવનાથ તળેટી ખાતે ભવનાથ મહાદેવ ના સાંનિધ્યે અભિષેક કરવામાં આવ્યો હતો બાદમાં ગિરિવર ગિરનારની ટોચ પર બિરાજતા માં અંબાજી મંદિર ખાતે પહોંચ્યા હતા અને મા અંબાના પુજન અર્ચન કરીને સંતોના આશિર્વાદ મેળવ્યા હતા બાદમાં જૂનાગઢ શહેરના પ્રવેશ દ્વાર એવા દોલતપરા થી જન આશિર્વાદ યાત્રા નો પ્રારંભ કરાયો હતો, યાત્રાના રૂટમાં જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ ખાતે આવી પહોંચી હતી,આ યાત્રા લઈ પધારેલ કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલનું ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ કિરીટ પટેલે સ્વાગત કર્યું હતું માર્કેટિંગ યાર્ડ ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કર્યા હતા,બાદમાં કૃષિમંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા માર્કેટિંગ યાર્ડ ખાતે ઉભા કરાયેલા ખેડૂત લક્ષી માર્ગદર્શન અંગેના સ્ટોલ નું લોકાર્પણ કરવામાં આવ્યું હતું,બાદમાં યાર્ડનાં સભા ખંડ ખાતે વેપારી મિત્રો અને સિંગદાણા એસોસિએશન નાં વેપારીઓ સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. આ વેળાએ માર્કેટીંગ યાર્ડના ડિરેક્ટરો અને વેપારી મંડળ ના આગેવાનો સીંગદાણા એસોસિએશન ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ વેળાએ કૃષિ મંત્રીશ્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે જન આશીર્વાદ યાત્રાને લઇને જૂનાગઢ જિલ્લાના ગામડાઓમાં ફ્રરી ખેડૂતોની મુલાકાત લઈને વરસાદ ને લઇને થયેલી અતિવૃષ્ટિ નાં કારણે ખેડૂતોનાં ઉભા પાકને થયેલા નુકસાનની આ અંગે ફરી સર્વે કરાવી સરકાર સુધી પહોંચાડી ખેડૂતોના હિતમાં નિર્ણય કરવા જણાવ્યું હતું


