જૂનાગઢ જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા પ્રધાનમંત્રી ભારતીય જન ઔષધિ પરિયોજના અંતર્ગત જન ઔષધિ સપ્તાહ તારીખ ૧ થી ૭ માર્ચ સુધી ઉજવણી કરવામાં આવી હતી.
જૂનાગઢ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીશ્રી મીરાંત પરીખ ના માર્ગદર્શન હેઠળ જન ઔષધિ સપ્તાહ ઉજવણીમા આરોગ્ય વિભાગ દ્વારા તાલુકા અને ગ્રામ્યકક્ષાએ સસ્તી પણ -સારી પણ તેવા સૂત્રો સાથે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા જેમાં રેલીઓ, શાળાઓમાં અવેરનેશ પ્રોગામો, લોક જાગૃતિના કાર્યક્રમો અને આરોગ્ય કેમ્પો કરવામાં આવ્યા હતા.
જન ઔષધિ પરિયોજના અંતર્ગત બ્રાન્ડેડ દવાઓની સરખામણીમા યોજના અંતર્ગત આવતી દવાઓ સસ્તી પણ -સારી પણ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ લેવાના બદલે જન ઔષધિ કેન્દ્ર માંથી દવાઓ લઇ ને બચત પણ કરી શકે તેમજ ડાયાબિટીસ, બ્લડ પ્રેસર મા આજીવન લેવાની થતી દવાઓ મોટી સંખ્યામા લોકો આ હવે દવાઓ જન ઔષધિ કેન્દ્ર થી પરથી મેળવે છે.
દર વર્ષે તા. ૭ મી માર્ચ જન ઔષધિ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે જૂનાગઢ જિલ્લા કક્ષાની ઉજવણી કેશોદ સબ જિલ્લા હોસ્પિટલ ખાતે કરવામાં આવી હતી. જેમાં આરોગ્ય કેમ્પ અને નિદર્શનના આરોગ્ય સ્ટોલ દ્વારા લોકોને આરોગ્ય સેવાઓ અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. જન ઔષધીની જરૂરીયાત, ફાયદા વિષે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી અને તેમની આરોગ્ય ટીમ દ્વારા જન ઔષધિ સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી હતી.


