જૂનાગઢ અંબાઇ ફળિયા ગોવર્ધન એપાર્ટમેન્ટમાં રહેતી ૧૭ વર્ષ ૪ મહિનાની સગીરા તા.૪/૩/૨૦૨૩ના રોજ ગુમ થઇ છે. તેમની ઉંચાઇ ૪ ફુટ, બાધો પાતળો અને રંગ ઉજળો છે. સગીરાના જમણા હાથમાં અંગ્રેજીમાં એસ લખેલ છે. તથા જમણા હાથમાં ખંભા પાસે ત્રીશુલ ત્રોફાવેલ છે. સગીરા ગુમ થઇ ત્યારે પંજાબી ડ્રેસ પહેર્યો છે. આ સગીરાની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા એ ડીવીઝન પોલીસે જણાવ્યું છે.
